સંજેલીથી ભુજ-રતલામ જતી એસ.ટી.સ્લીપર કોચ બસના ડ્રાઈવર અને કંડકટરની મનમાનીના કારણે ક્ધફર્મ બુકિંગ હોવા છતાં બે ગરીબ શ્રમિક મુસાફરોને રસ્તામાં રઝળવાનો વારો આવ્યો છે.
નેનકીના મુસાફર નિકુંજ શંકર પલાસે ૧૨/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે ૩.૩૦ કલાકની ભુજ ડેપોની સ્લીપર બસમાં સીટ નં.-૭ અને ૮ નુ ભાડું ૮૧૪ પિયા ચુકવી બુકિંગ કરાવ્યુ હતુ. સ્ટેન્ડ પર પહોંચવામાં મુસાફરો માત્ર બે જ મિનીટ મોડા પડ્યા હતા. ત્યારે કંડકટરે કોઈ પણ સંપર્ક કર્યા વિના બસ રવાના કરી દીધી હતી. મુસાફરોની સ્ટેશનથી માત્ર ૧ કિ.મી.દુર બાઈક પર પીછો કરી બસ ઉભી રખાવી હતી. અને ક્ધફર્મ ટિકીટ બતાવી હતી. તેમ છતાં કંડકટરે માનવત દાખવવાને બદલે નિયમો બતાવી સંતરામપુર સ્ટેન્ડ પર આવીને બેસવા જણાવ્યુ હતુ. બાઈક પર ત્રણ સવારીમાં સંતરામપુર પહોંચવુ અશકય હોવાથી .૮૧૪ ની ટિકીટ એળે ગઇ હતી. અંતે મજબુરીમાં શ્રમિકોએ .૧૦૦૦ ખર્ચી ખાનગી બસમાં મુસાફરી કરવી પડી હતી. એસ.ટી.નિગમના સલામત સવારીના સુત્રોથી વિપરીત આ ધટનામાં જવાબદાર ડ્રાઈવર-કંડકટર સામે કડક પગલા લેવા માંગ ઉઠી છે.