શિયાળુ તહેવારોની સીઝનમાં મુસાફરોની વધતી જતી ભીડને પહોંચી વળવા પશ્ર્ચિમ રેલ્વેના રતલામ મંડળ દ્વારા ૬ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ પેકી કુલ ૫ સ્પેશિયલ ટ્રેનો દાહોદ અને ગોધરા રેલ્વે સ્ટેશન પરથી પસાર થશે. પરંતુ રેલ્વે તંત્ર દ્વારા માત્ર એક જ ટ્રેનને દાહોદ અને ગોધરા ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યુ છે. દાહોદ-ગોધરા મુખ્ય રેલ્વે માર્ગ પરથી પસાર થવા છતાં અન્ય ચાર સ્પેશિયલ ટ્રેનોને વડોદરા પછી સીધુ રતલામ સ્ટોપેજ આપી દેવાતા સ્થાનિક મુસાફરોમાં ફરી એકવાર અન્યાયની લાગણી જોવા મળી રહી છે.
દાહોદ અને ગોધરાના મુસાફરોને માત્ર અમદાવાદ-બરોૈની સ્પે.ટ્રેનનો જ લાભ મળશે. જે અંતર્ગત ટ્રેન નં.-૦૫૨૨૬ અમદાવાદ-બરોૈની સ્પે.મંગળવાર, ૨૪ નવેમ્બર-૨૦૨૬ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે અમદાવાદથી ઉપડી આણંદ, છાયાપુરી, ગોધરા થઈ સાંજે ૪.૪૫ કલાકે દાહોદ પહોંચશે. અને ગુવારે સવારે ૩.૦૦ કલાકે બરોૈની પહોંચશે. આ જ રીતે ટ્રેન નં.-૦૫૨૨૫ બરોૈની-અમદાવાદ સ્પે.રવિવાર ૨૨ નવેમ્બર-૨૦૨૬ ના રોજ રાત્રે ૧૧.૦૦ કલાકે બરોૈનીથી ઉપડી મંગળવારે સવારે ૫.૨૦ કલાકે દાહોદ પહોંચશે. અહિંથી ગોધરા થઈ સવારે ૧૦.૦૦ કલાકે અમદાવાદ પહોંચશે. બીજી તરફ દાહોદ-ગોધરા લાઈન પરથી પસાર થનારી બાંદ્રા-ગોરખપુર(૦૯૧૭૧), વલસાડ-રકસોૈલ(૦૯૧૩૭), અમદાવાદથી બરોૈની(૦૯૪૫૯), અને ઉધના-ગોરખપુર(૦૫૦૧૮/૦૫૦૧૭), એમ ૪ સ્પેશિલય ટ્રેનો દાહોદ અને ગોધરા સ્ટેશન પર રોકાયા વિના જ પસાર થશે. જયારે એક ટ્રેન ડો.આંબેડકર નગર-ગોરખપુર-ઈન્દોૈર-ઉજજેૈન ટ પર દોડે છે. યુપી-બિહાર તરફ જતા મુસાફરોની મોટી સંખ્યા હોવા છતાં સ્ટોપેજ ન મળતા દાહોદ અને પંચમહાલના મુસાફરોને નાછુટકે વડોદરા અથવા રતલામ સુધી લાંબા થવુ પડશે.