બાલાસિનોરની એક પ્રચલિત ખાનગી હોસ્પિટલમાં વગર પરમીશને સોનોગ્રાફીનુ મશીન હોસ્પિટલમાં મળતા બાલાસિનોર તાલુકા હેલ્થ ઓફિસરે કોર્ટમાં ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
બાલાસિનોરની એક પ્રચલિત હોસ્પિટલમાં મહિસાગરના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ચેકિંગમાં વગર રજીસ્ટ્રેશનનુ સોનોગ્રાફીનુ મશીન મળતા બાલાસિનોર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા બાલાસિનોર કોર્ટમાં પેએનડીટી એકટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ દાખલ થતાં ડોકટરોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. આ બાબતે એક જાગૃત વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, પીએનડીટી એકટ મુજબ જો કોઈ ડોકટર પર કેસ દાખલ કરવામાં આવે તો તેની મેડિકલ ડિગ્ર કેસ ચાલે તેટલા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારે આ બાબતે મહિસાગર જિલ્લા આરોગ્ય અધિકારીનુ પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, કોર્ટ મેટર છે તેમ કહી સમગ્ર કિસ્સા પર ભીનુ સંકેલવાનો આરોગ્ય અધિકારીએ કારસો રચ્યો હતો.