ગોધરાની શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્રાથમિક સુવિધાના અભાવે ABVP દ્વારા આંદોલન

ગોધરાની શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે વિરોધ પ્રદર્શન કર્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગોધરા નગરના નેજા હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ પરિસરમાં એકઠા થયા હતા.

વિદ્યાર્થીઓનો આરોપ છે કે, કોલેજમાં પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા નથી. ઉપલબ્ધ પાણીનું ઝઉજ પણ ઘણું વધારે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેમ્પસમાં નિયમિત સફાઈ થતી નથી અને બાથ‚મ ગંદા રહે છે. ઘણા બાથ‚મ બંધ પણ છે.

વર્ગખંડોમાં પંખા અને લાઈટ જેવી સુવિધાઓનો પણ અભાવ છે. આના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડે છે. લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. તેઓ વહેલી તકે તમામ સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી રહ્યા છે.