લુણાવાડા ટાઉન પોલીસે ગણેશ ઉત્સવ માટે શાંતિ સમિતિની બેઠક કરી

મહીસાગર જીલ્લામાં ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જનને લઈ લુણાવાડા ટાઉન પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. નાયબ પોલીસ વડા કમલેશ વસાવાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ ડો. કીર્તિ પટેલ, નગરપાલિકાના કર્મચારીઓ અને એમજીવીસીએલના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, જુદા જુદા ગણેશ મંડળોના સભ્યો તેમજ ડીજે સંચાલકો પણ હાજર હતા. આગામી ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ અને હાજર અધિકારીઓએ જ‚રી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

ગણેશ વિસર્જન વખતે વિસર્જન ‚ટ પર નિયમોનું પાલન કરવા અને કોઈ અવ્યવસ્થા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું. ડીજે સંચાલકોને પણ અવાજનું પ્રદૂષણ ન થાય અને નક્કી કરાયેલા નિયમોનું પાલન થાય તે રીતે ડીજે ચલાવવા સૂચના અપાઈ હતી. પોલીસે ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવવા માટે ગણેશ મંડળો તથા ડીજે સંચાલકોને સહકાર આપવા અપીલ કરી હતી.