
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ અધિકારીઓ અને કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરીમાં રાખવાના મામલે ઇ્ૈંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. હવે આ મુદ્દો માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત રહૃાો નથી. ગુજરાતમાં નિવૃત્તિ બાદ ફરીથી સરકારી, અર્ધસરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નોકરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ અંગે રાજ્ય સરકાર શ્ર્વેતપત્ર જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરટીઆઇ દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન નિવૃત્ત થયેલા ૨૧૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં લેવામાં આવ્યા છે. આ તો માત્ર ત્રણ વર્ષનો આંકડો છે. વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીની સમગ્ર સ્થિતિ જોવામાં આવે તો અમદાવાદમાં જ એક હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્તિ બાદ પણ કોર્પોરેશનમાં કોઈને કોઈ રીતે કામગીરી કરી રહૃાા હોવાની માહિતી સામે આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો ૨૦૧૫માં નિવૃત્ત થયેલા અધિકારીઓ વર્ષ ૨૦૨૬માં પણ કોર્પોરેશનમાં કામગીરી કરી રહૃાા હોવાનું જાણવા મળ્યું છે.
હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદમાં જો આવી સ્થિતિ હોય તો સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ-નિગમો અને અન્ય સરકારી સંસ્થાઓમાં શું સ્થિતિ હશે તેની કલ્પના કરી શકાય છે. કોંગ્રેસને આશંકા છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછા ૧૦ હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્તિ બાદૃ પણ કોઈને કોઈ સ્વપે સરકારી વ્યવસ્થામાં કાર્યરત હોઈ શકે છે. આ કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ સમગ્ર રાજ્યનો વિભાગવાર અને સંસ્થાવાર ડેટા જાહેર કરવામાં આવે તો વાસ્તવિક ચિત્ર ગુજરાતની જનતા સામે આવી શકે છે.
સૌથી મોટો સવાલ એ છે કે કોઈ કર્મચારી કે અધિકારી સરકારી સેવામાંથી નિવૃત્ત થઈ ગયા બાદ તેમને ફરીથી નોકરી આપવાની જરિયાત ક્યાં ઊભી થાય છે અને આવી પુન:નિયુક્તિ કયા નિયમ, કયા ઠરાવ અને કઈ મંજૂરીના આધારે કરવામાં આવે છે? જો વિશેષ અનુભવ અથવા નિષ્ણાત સેવાની ખરેખર જર હોય તો ચોક્કસ સમયમર્યાદા અને સ્પષ્ટ કારણ સાથે આવી સેવા લઈ શકાય, પરંતુ નિવૃત્તિ બાદ વર્ષો સુધી એ જ વ્યક્તિને ફરીથી નોકરીમાં રાખવાની વ્યવસ્થા કાયમી રોજગાર વ્યવસ્થાનો વિકલ્પ બની શકે નહીં. સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે વર્ષોથી નિવૃત્ત થયેલા લોકોને ફરીથી નોકરી આપવાની જર શા માટે પડે છે.
આ મામલામાં પગારની પદ્ધતિ પણ ગંભીર સવાલો ઊભા કરે છે. નિવૃત્તિ બાદૃ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા કેટલાક કર્મચારીઓને ફિક્સ પગાર આપવામાં આવે છે, કેટલાકને તેમના છેલ્લા બેઝિક પગારના આશરે ૩૫ ટકા મુજબ વેતન આપવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં ‘પે માઇનસ પેન્શનની પદ્ધતિથી વેતન ચૂકવવામાં આવતું હોવાની માહિતી છે. ઉદૃાહરણ તરીકે, કોઈ અધિકારીનો નિવૃત્તિ સમયે પગાર ૧.૫૦ લાખ હોય અને તેમને ૭૦ હજારનું પેન્શન મળતું હોય તો ‘પે માઇનસ પેન્શનની પદ્ધતિમાં પેન્શન બાદૃની ૮૦ હજાર જેટલી રકમ વેતન તરીકે મળતી હોવાનો કિસ્સો બની શકે છે. સવાલ એ છે કે એક જ સંસ્થામાં નિવૃત્ત કર્મચારીઓ માટે વેતન નક્કી કરવાની અલગ-અલગ પદ્ધતિ કેમ છે? કોને ફિક્સ પગાર, કોને ૩૫ ટકા અને કોને ‘પે માઇનસ પેન્શન આપવું તેનો નિર્ણય કયા નિયમથી થાય છે અને આ નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે?
કેટલાક નિવૃત્ત અધિકારીઓને ફરીથી નોકરીમાં લીધા બાદૃ સરકારી વાહન, બંગલો અથવા રહેઠાણ, પટાવાળા અને મોબાઈલ સહિતની વિવિધ સુવિધાઓ પણ ચાલુ રાખવામાં આવતી હોવાની માહિતી કોંગ્રેસના ધ્યાન પર આવી છે. જો આ માહિતી સાચી હોય તો માત્ર પગાર નહીં, પરંતુ એક નિવૃત્ત અધિકારીને ફરીથી નોકરીમાં રાખવા પાછળ સરકાર કે કોર્પોરેશનનો કુલ ખર્ચ કેટલો થાય છે તેનો પણ હિસાબ થવો જોઈએ. જાહેર નાણાંમાંથી પગાર ઉપરાંત વાહન, ડ્રાઇવર, રહેઠાણ અને સ્ટાફ જેવી સુવિધાઓ આપવામાં આવતી હોય તો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જરી છે. ખાસ કરીને અમદૃાવાદૃ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આશરે ૧૮,૫૦૦ કરોડનું વિશાળ બજેટ છે, અને આ બજેટના વહીવટ માટે આવા નિવૃત્ત કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે. આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સના નામે લાખો કરોડ પિયાનું બજેટ વપરાવાનું છે, ત્યારે આ સમગ્ર વહીવટી માળખામાં નવા બેરોજગાર યુવાઓની કાયમી ભરતી કરવી અત્યંત જરી છે.