
મોરવા(હ) તાલુકાના વિરણીયા ગામે ધરના આંગણામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ૧૧ જુગારીયાઓને અંગઝડતી અને દાવગ ઉપર ઉપર મુકેલ રૂ.૧૪,૧૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
મોરવા(હ) તાલુકાના વિરણીયા ગામે ધરના આંગણામાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે મોરવા(હ) પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન વિઠ્ઠલભાઈ રૂમાલભાઈ ભેદી, અરવિૅદભાઈ રયજીભાઈ મુનિયા, અનિલભાઈ લાલુભાઈ ધોડ, ધર્મેશકુમાર વિક્રમભાઈ ધોડ, અશ્ર્વિનભાઈ લાલુભાઈ ધોડ, વિક્રમભાઈ કડવાભાઇ રાવત, હિતેશ શંકરલાલ પંડયા, સુરેન્દ્રભાઈ ભારતભાઈ રાઠોડ, અરવિંદભઈ અભેસિંહ ડામોર, મિનેશભાર પારસીંગભાઈ મુનીયા, છગનભાઈ લક્ષ્મણભાઈ રાઠોડને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા જુગારીયાઓની અંગઝડતી અને દાવ પર મુકેલ રોકડા રૂ.૧૪,૧૯૦/- જપ્ત કરવામા: આવ્યા હતા. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.