દાહોદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે i-Khedut2.0 પોર્ટલ પર વિવિધ સહાય યોજનાઓ હેઠળ ઓનલાઈન અરજીઓ મંગાવાઈ

દાહોદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ઉત્પાદકતા વધારવાના હેતુથી વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. પાત્રતા ધરાવતા ખેડૂતો ‘આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦’ (https://ikhedut.gujarat.gov.in) પર નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી શકશે.

મુખ્ય યોજનાઓ અને અરજી કરવાની મુદત:

આંબા-જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ: તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ થી ૨૬ ઓગસ્ટ ૨૦૨૬

કૃષિ યાંત્રીકરણ ઘટક (માત્ર ST ખેડૂતો માટે): તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ થી ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬

નેટ હાઉસ યોજના: તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ થી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ અન્ય યોજનાઓ: ડ્રીપ ઈરિગેશન માટે પાણીના ટાંકા, વજનકાંટો, પ્લાસ્ટિક ક્રેટ્સ અને સરગવાની ખેતી.

અરજી પ્રક્રિયા:

 અરજદારે સૌપ્રથમ i-Khedut2.0 પોર્ટલ પર મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરી, જરૂરી પુરાવા અપલોડ કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમિટ કરતી વખતે સહી કરેલી પ્રિન્ટ સાથે જરૂરી આધાર-પુરાવા કચેરીએ જમા કરાવવાના રહેશે.

અરજી સબમિટ કરવાનું સરનામું :

નાયબ બાગાયત નિયામકની કચેરી,

રૂમ નં. ૨૩૩-૨૩૫, બીજો માળ,

જીલ્લા સેવા સદન, છાપરી રોડ,

દાહોદ (ફોન: ૦૨૬૭૩-૨૩૯૨૫૧).

જીલ્લાના તમામ બાગાયતી ખેડૂતોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા નાયબ બાગાયત નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે.