અમદાવાદના સરખેજ તલાવડીમાં ૩૫ વર્ષીય યુવકે મોતની મારી છલાંગ, ઘર કંકાસમાં જીવન ટૂંકાવ્યાની આશંકા

: શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી જાણીતી તલાવડીમાં એક દયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ૩૫ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર તલાવડીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, ૩૫ વર્ષીય પંકજ સોલંકીના મૃત્યુ અંગે પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ અથવા પારિવારિક વિખવાદૃોથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાઈ રહૃાું છે. ઘરના આંતરિક ઝઘડાઓએ એક યુવાનને એટલી હદૃે માનસિક તણાવમાં લાવી દૃીધો હતો કે, તેણે મોતને વહાલું કરવું વધુ યોગ્ય સમજ્યું.

ઘટનાની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગત રાત્રિના (૯મી ઓગસ્ટ) અંદૃાજે ૧૨:૦૦ વાગ્યાની આસપાસ પ્રધલાદૃ નગર ફાયર વિભાગને એક ઇમરજન્સી કોલ મળ્યો હતો.જેમાં સરખેજ તલાવડીમાં કોઈ વ્યક્તિએ પડતું મૂક્યું હોવાની જાણકારી આપવામાં આવી હતી. ઇમરજન્સી કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાત્રિના અંધકારમાં જ શોધખોળની તજવીજ હાથ ધરી હતી. ભારે જહેમત અને અંદાજે એક કલાક સુધી ચાલેલી શોધખોળ બાદ ફાયર વિભાગની ટીમને તલાવડીના પાણીમાંથી પંકજ સોલંકીનો મૃતદૃેહ મળી આવ્યો હતો.

અડધી રાત્રે મળેલી ફાયરની ટીમે કરેલી શોધખોળ બાદૃ મૃતદૃેહને તલાવડીમાંથી બહાર કાઢીને જ‚રી કાયદૃાકીય કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો. મૃતક પંકજ સોલંકીના મૂળ બોટાદૃ જિલ્લાના વતની હતા. જોકે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અમદૃાવાદૃના સરખેજ વિસ્તારમાં તલાવડી પાસે જ રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. વર્ષોથી અહીં રહેતા હતા. તેમણે પારિવારિક સમસ્યાઓએ તેમના જીવનનો કરુણ અંત આણ્યો છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. ઘર કંકાસ પાછળના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. આ ઘટના ફરી એકવાર સમાજમાં વધતા માનસિક તણાવ અને પારિવારિક પ્રશ્ર્નોના ગંભીર પરિણામો તરફ આંગળી ચીંધે છે. સરખેજ જેવા શાંત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક રહીશોને સ્તબ્ધ કરી દૃીધા છે.