શહેરમાં એક મોટી દુર્ઘટના ટળી છે. રાજકોટ-ગોંડલ હાઇવે પરથી શહેર ક્રાઇમ બ્રાન્ચે એક બોલેરો પીકઅપમાંથી ગેરકાયદૃેસર રીતે વહન થતો વિસ્ફોટક સામગ્રીનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ૧૨,૦૦૦ જીલેટિન સ્ટિક, ૪,૦૦૦ એક્સપ્લોઝિવ ડીટોનેટર સહિત કુલ ૫.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં વિસ્ફોટક જથ્થો ક્યાંથી આવ્યો અને તેનો ઉપયોગ શેના માટે થવાનો હતો, તેને લઈને પોલીસે સઘન તપાસ શ કરી છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોિંલગમાં હતી ત્યારે તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારિયા સોલ્વન્ટ નજીક શીવ હોટલ સામે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ બોલેરો પીકઅપને પોલીસે અટકાવી હતી. વાહનની તલાશી લેતા અંદરથી ગેરકાયદૃેસર રીતે લઈ જવાતો વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે સ્થળ પરથી ૧,૫૦૦ કિલો વજનની કુલ ૧૨,૦૦૦ જીલેટિન સ્ટિક (અંદૃાજિત િંકમત ૨.૪૦ લાખ), ૪,૦૦૦ એક્સપ્લોઝિવ ડીટોનેટર (િંકમત ૪૦ હજાર) અને ૩૦ બંડલ બ્લાસ્ટિંગ કેબલ (િંકમત ૧૫ હજાર) કબજે કર્યા હતા. આ વિસ્ફોટક સામગ્રી અને મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન સહિત કુલ ૫.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે મૂળ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના છતરીયાળા ગામના અને હાલ રાજકોટમાં રહેતા ડ્રાઇવર દૃોલાભાઈ રઘુભાઈ મીર (ઉં.વ. ૩૪)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ વિસ્ફોટક જથ્થો મીતુલ નામના શખ્સે પૂરો પાડ્યો હતો અને સુરેન્દ્રનગરના થાનગઢના જામવાડી ગામના રહેવાસી હિરાભાઈ ઉર્ફે હિરેન વિઠ્ઠલભાઈ અલગોતર દ્વારા મંગાવવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ બંને વોન્ટેડ શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ આ વિસ્ફોટક જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો અને તેનો હેતુ શું હતો, તે દિૃશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.