
દાહોદમાં રથયાત્રામાં દાનના બહાને લાખોની છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઈ: કઈઇએ ૩૮.૮૦ લાખના મુદ્દામાલ સાથે ૩ આરોપીઓને દબોચ્યા.
દાહોદ મા નકલી બેંક ઉભી કરી અને રથયાત્રામાં દાન આપવાના બહાને એક વેપારી સાથે ૨૦૦ ગ્રામ સોનાના બિસ્કિટની છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગનો દાહોદ પોલીસે પર્દાફાશ કર્યો છે. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગણતરીના કલાકોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ત્રણ રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.દાનના બહાને વેપારીને જાળમાં ફસાવ્યો
મળતી માહિતી મુજબ, શાતિર આરોપીઓએ આગામી રથયાત્રા મહોત્સવમાં મોટું દાન આપવાની જાહેરાત કરીને સ્થાનિક વેપારી ને વિશ્ર્વાસમાં લીધો હતો. આ માટે તેઓએ એક નકલી બેંકનું આખું માળખું પણ ઉભું કર્યું હોવાનું સામે આવ્યું છે. વેપારીનો ભરોસો જીત્યા બાદ, આરોપીઓ તેમની પાસેથી ૨૦૦ ગ્રામ સોનાના બિસ્કિટ પડાવીને રફુચક્કર થઈ ગયા હતા. છેતરપિંડી નો ભોગ બન્યાનો અહેસાસ થતાં જ વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ઝાલોદ ચેકપોસ્ટ પરથી ફિલ્મી ઢબે ધરપકડ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને દાહોદ કઈઇ એલર્ટ થઈ ગઈ હતી. બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે નાકાબંધી કરી હતી. દરમિયાન ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ કારને કાઈમ બ્રાન્ચ દાહોદઆંતરીને પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો ૨૦૦ ગ્રામ સોનું (જેવેપારી પાસેથી પડાવવામાં આવ્યું હતું)ગુનામાં ઉપયોગ માં લેવાયેલ કાર અન્ય સામગ્રી મળીને કુલ ૩૮,૮૦, ૫૯૦ નો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલી ટોળકી માં ગુજરાત અને રાજસ્થાનના ગુનેગારો સામેલ દીપક રાજપૂત (રહે. દાંતાલી ગામ, જી. ખેડા, ગુજરાત)લલિત રાઠોડ (રહે. જોધપુર, રાજસ્થાન)આદીલ મકરાણી (રહે. કુશળગઢ, રાજસ્થાન)પોલીસની કામગીરીને જનતાનો આવકાર ધાર્મિક મહોત્સવના નામે છેતરપિંડી આચરતી આ ગેંગને ગણતરીના સમયમાં જેલના સળિયા પાછળ ધકેલીને દાહોદ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસની આ ત્વરિત એક્શનથી સ્થાનિક વેપારી આલમ અને પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્ર્વાસ વધુ મજબૂત થયો છે અને ચારે તરફ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.