
દિવસે ને દિવસે સાયબર ફ્રોડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસની સમન્વય પોર્ટલના ઇનપુટ્સના આધારે થયેલી ફરિયાદોને લઈને જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીઓ અને તેમના મળતીયાઓએ બદ ઈરાદે બેંકોમાં ખાતા ખોલાવી ઇન્ટરનેટ બેક્ધિંગ શરૂ કરાવ્યું હતું. આ ૯ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરીને સાયબર ક્રિમિનલે ભારતના વિવિધ રાજ્યોના લોકોને છેતર્યા હતા. અંદાજે ૨૫૩ કરોડની રકમની છેતરપિંડી પૈકી આશરે ૧૩,૨૭,૧૩,૫૧૩ જેટલી માતબર રકમ આ ખાતાઓમાં જમા કરાઈ હતી. જે અંગે રાષ્ટ્રીય કક્ષાના દ્ગઝ્રઝ્રઇઁ પોર્ટલ પર ૩૬૦ ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે. જેના આધારે પોલીસે જે ફ્રોડની રકમ જૂનાગઢના બેંક એકાઉન્ટમાં જમા થઈ હતી તે ૮ બેંક એકાઉન્ટ હોલ્ડરોની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા તમામ ૮ આરોપીઓ જૂનાગઢના છે. આ આરોપીઓ મુખ્ય સૂત્રધારોના મળતીયાઓ તરીકે કામ કરતા હતા, જેઓ કમિશનની લાલચમાં તેમના બેંક એકાઉન્ટો સાયબર ગઠિયાઓને ભાડા પેટે આપી દેતા હતા. ખાસ કરીને જુદી જુદી બેંકની વાત કરીએ તો ઁદ્ગમ્, કેનરા, ઇન્ડિયન બેંક, એક્સિસ, ર્મ્ંમ્, યશ બેક્ધમાં ખાતા ખોલાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે… પકડાયેલા આરોપીઓમાં જૂનાગઢનો આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી, જાવિદ કાળુભાઇ તુર્ક પઠાણ, ભતભાઈ ક્રાંતિભાઈ દેત્રોજા, પોરબંદરનો અરજણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા, જૂનાગઢના દોલતપરાનો અલ્તાફ કાળુભાઇ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા, ચિરાગ શાંતિલાલ સાધુ અને રક્ષીત પરસોતમભાઈ કાછડીયાની ધરપકડ કરવામાં આવી છે.
૨૫૩ કરોડના ફ્રોડની રકમ પૈકી ૧૩ કરોડ જેટલી રકમ જૂનાગઢના ૯ ખાતાધારકોના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. ઝડપાયેલા આઠ આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે તો વધુ એક આરોપી કે જે જેલમાં છે તેની પણ ધરપકડ કરવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. નજીવી રકમમાં ખાતું ભાડે આપવું હવે આ શખ્સોને ભારે પડ્યું છે. ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ શરૂ કરી છે અને એજન્ટો તેમજ સાયબર ગઠિયાઓની શોધખોળ શરૂ કરાઈ છે.
આમ નાની એવી રકમની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપવું હવે આઠ શખ્સોને ભારે પડ્યું છે પરંતુ અન્ય લોકોએ જુઓ કોઈને પણ બેક્ધ એકાઉન્ટ ભાડે આપ્યું હોય તો તે તુરંત જ પોલીસનો સંપર્ક કરે અને પોલીસને તેની માહિતી આપે તેવી અપીલ કરાઈ છે. અન્યથા જો હજુ પણ કોઈની સંડવણી સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે.