ગ્રામસભામાં ગામના આગેવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો બાદ ગામલોકોએ પથ્થરમારો કર્યો

અંબાજીના પાડલીયા ગામે પોલીસ પર થયેલ હુમલા બાદ પોલીસ દ્વારા આજે પાડલીયા ગામે ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના આગેવાનોએ પોલીસ ઉપર આક્ષેપ લગાવ્યા હતા.

આદિવાસી આગેવાન શંકર ભાઈ માણસાએ જણાવ્યું હતું કે પોલીસે લાઠીચાર્જ કર્યો તેના બાદ પોલીસ ઉપર હુમલો થયો છે. ૫૦૦ આદિવાસી સમાજના લોકો ઉપર ફરિયાદ થઈ છે. પણ ૨૦૦ થી વધુ લોકો હાજર હોવાનું જણાવ્યું હતું. પાડલીયામાં પંચનામામાં માત્ર પોલીસે પોતાના નુક્સાનનું જ લખ્યું છે અમારૂ નુક્સાન નહી. પોલીસ ઘાયલ થઈ છે તો અમારા માણસો પણ ઘાયલ થયા છે.

અંબાજીના પાડલિયામાં હુમલાની ઘટનામાં પોલીસ અને સ્થાનિકો એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે.આદિવાસી આગેવાનોએ વાત કરી, જ્યારે ડીવાયએસપી પણ આ અંગે બોલ્યા છે. બન્ને એકબીજા સામે આંગળી ચીંધી રહ્યાં છે. આદિવાસી આગેવાન શંકરભાઈએ કહ્યું કે, ગ્રામસભામાં ગામના આગેવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ ગામલોકોએ પથ્થરમારો કર્યો.

જ્યારે ડીવાયએસપી કહી રહ્યાં છે કે, ૫૦૦ લોકોના ટોળાએ ફોરેસ્ટ અને પોલીસકર્મીઓને ઘેરી હુમલો કર્યો. જેમાં ૪૭ પોલીસવાળા ઈજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે, અંબાજીથી ૧૨ કિલોમીટર દૂર આવેલા પાડલીયા ગામના સર્વે નંબર ૯માં વન વિભાગ દ્વારા લાંબા સમયથી વિવાદિત જગ્યા પર નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલુ હતી.ત્યારે આદિવાસી સમાજના લોકોએ હુમલાની ઘટના બની હતી.