જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સોમનાથની સંયા આરતી કરી

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ (લેટનન્ટ ગવર્નર) મનોજ સિંહા ગીર સોમનાથ જિલ્લાની બે દિવસની મુલાકાતે છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ દ્વાદશ જ્યોતિલગમાંથી પ્રથમ જ્યોતિલગ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સૌ પ્રથમ ઢોલ અને શરણાઈના સૂર વચ્ચે ઉપરાજ્યપાલનું મંદિરના પ્રાંગણમાં ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાજ્યપાલે મહાદેવના દર્શન કરી સૂર્યાસ્ત બાદ દેવાધિદેવ મહાદેવની દિવ્ય સંયા આરતીનો લાભ લીધો હતો. સાથે જ તેમણે સોમનાથની દિવ્યતા અને ભવ્યતા પ્રત્યક્ષ નિહાળી અને અલૌકિક ઉર્જાનો અનુભવ કર્યો હતો.

મહાદેવના દર્શન બાદ ઉપરાજ્યપાલે સમગ્ર પરિસરમાં પ્રદક્ષિણા કરી હતી, અને કપર્દી વિનાયક ગણપતિજી સહિત પરિસરમાં રહેલા વિવિધ સ્થાનો વિશે વિસ્તારમાં માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, બપોર બાદ ઉપરાજ્યપાલ ઈણાજ કોસ્ટગાર્ડ હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાયાય, જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજા, કોસ્ટગાર્ડ સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસર સંજયકુમારે ભાવભીનું સ્વાગત કર્યું હતું.

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ સોમનાથના સાનિયમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. કાતકી પૂણમાના મેળામાં માયાભાઈ આહીર અને ર્ક્તિીદાન ગઢવીની જોડીએ લોક સાહિત્ય-લોક ગાયનમાં રંગ જમાવ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ (લેટનન્ટ ગવર્નર) મનોજ સિંહાએ પ્રથમ જ્યોતિલગ દેવાધિદેવ મહાદેવના દર્શન-સંયા આરતી કરી હતી. સાથે જ સોમનાથના સાંનિયે અંતિમ ચરણમાં પહોંચેલા કાતકી પૂણમાના મેળામાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો.

કાતકી પૂણમાના મેળાના અંતિમ દિવસે ઉપરાજ્યપાલે દીપ પ્રાગટ્ય કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં માયાભાઈ આહીર અને ર્ક્તિીદાન ગઢવીની જોડીએ લોક્સાહિત્ય અને લોકગાયનમાં રંગ જમાવ્યો હતો.