
સુરત શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરતમાં સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. હોસ્ટેલમાંથી કૂદકો મારી વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું છે. આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ અદ્વેત નાયર હોવાનું સામે આવ્યું છે.
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મૂળ કેરળનો અદ્વેત નાયર બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અગાઉની પરીક્ષામાં નાપાસ થવાને કારણે ચિંતામુક્ત વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આપઘાત કર્યો છે.
સુરતમાં સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો અદ્વેત નાયર મૂળ કેરળનો રહેવાસી છે. અગાઉ પરીક્ષામાં નાપાસ થવાને કારણે તે કોલેજમાં ગેરહાજર રહેતો હોવાનું પણ સામે આવ્યું છે. અભ્યાસના ભારને કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. હાલ તો સુરત પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.