
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકામાં ધાનપુર ખાતે હાટ બજારમાં સ્પર્શ રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત ધાનપુર હાટ બજારમાં ભવાઈ દ્વારા લેપ્રસી, ટીબી, મેલેરિયા, સિકલસેલ અને એચ.આઈ.વી. જેવી બીમારીઓ અંગે જનસામાન્યમાં જાગૃતિ ફેલાવવામાં આવી. સાથે સાથે એકલવ્ય આશ્રમ શાળા, પીપેરોમાં પણ વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં જીલ્લા રક્તપિત્ત મેડિકલ ઓફિસર ડો. શોભના મુનિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવાના સુપરવાઈઝર, સી.એચ.ઓ., લેપ્રસી, ટીબી, મેલેરિયા સુપરવાઈઝર, સિકલસેલ તથા એચ.આઈ.વી. કાઉન્સેલર તેમજ પ્રા.આ.કે. રાછવાના સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન સ્પર્શ જન જાગૃતિ અભિયાન અંતર્ગત હાટ બજાર, શાળા, કોલેજ સહિત વિવિધ સ્થળોએ પ્રચાર-પ્રસાર, પ્રત્રિકા વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોમાં ગંભીર રોગો અંગે સમયસર જાણકારી અને જાગૃતિ ફેલાઈ શકે. ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએના સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનને વ્યાપક બનાવવામાં આવી રહ્યું છે.