નસવાડી તાલુકાના કંડવા જુથ ગ્રામ પંચાયતના સરપંચનુ અવસાન સાત માસ પહેલા જવા છતાંય તાલુકા 5ંચાયત દ્વારા સરપંચની પેટા ચુંટણી કરાવવા માટે દરખાસ્ત મોકલી હોવા છતાં ચુંટણી નહિ થતાં ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચના હવાલે કરાયો છે.
કંડવા જુથ ગ્રામ પંચાયતમાં સોડત, ચુનાખાણ, કંડવા, કોયારી ગામનો સમાવેશ થાય છે. સરપંચ દિનેશ કાનજીભાઈ ભીલનુ માંદગીના કારણે તા.05/05/2025ના રોજ અવસાન થતાં ગ્રામ પંચાયતના સરપંચના પદની જગ્યા ખાલી પડતા તાલુકા વિકાસ અધિકારીએ ડેપ્યુટી સરપંચને ચાર્જ સોંપ્યો હતો. સરપંચના અવસાનને 7 માસનો સમય વિતી જવા છતાંય હજુ સુધી સરપંચ્ની ચુંટણી નહિ થતાં 4 ગામોનો વહીવટ ડે.સરપંચના હવાલે છે. સરકારના નિયમમુજબ 6માસમાં ગ્રામ પંચાયતના ખાલી બેઠકોની ચુંટણી કરાવવી જોઈએ.ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ લોકોની રજુઆત સાંભળવામાં માટે બેસતા હોય છે. હાલ તો કંડવા જુથ ગ્રામ પંચાયતમાં ઈન્ચાર્જ સરપંચથી ચાલી રહી છે.