કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ગૂસર રોડ પાસે આવેલ રણછોડરાય વાસણ ભંડારનું મસમોટું કોમર્શિયલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી

કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ગુસર રોડ પાસે આવેલ રણછોડરાય વાસણ ભંડારનું સરકારી જમીન ઉપર ગેરકાયદેસર મસમોટું કોમર્શિયલ ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ છે. ત્યારે વેજલપુરના જાગૃત નાગરિક દ્વારા આ દબાણ દૂર કરવા સરકારશ્રીના સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે ઓક્ટોબર મહિનામાં તાલુકાસ્વાગતમાં આ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવા સ્ટેમ્પ ડયુટી કલેકટર દ્વારા હુકમ કરવામાં આવેલ ત્યારે સીટી સર્વેયર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય નવેમ્બર મહિનામાં અરજદાર દ્વારા ફરી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મે પ્રાંત કલેકટર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવે તેવા હુકમ કરવામાં આવેલ છે, જેથી હવે સિટી સર્વેયર સુપ્રિટેન્ડેન્ટ દ્વારા આ દબાણ દૂર કરવામાં આવશે કે પછી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવેલ હુકમનું પાલન કરવામાં આવશે કે પછી મે પ્રાંત કલેકટરશ્રીના હુકમનો અનાદર કરવામાં આવશે. જ્યારે વેજલપુર સિટી સર્વેયર સુપ્રિટેન્ડેન્ટ દ્વારા 333-બ જેનું કુલ ક્ષેત્રફળ 233* 2467 ચો.મી. આવેલ છે. જ્યારે વેજલપુર સિટી સર્વેયર સુપ્રિટેન્ડેન્ટ દ્વારા માત્ર દેખાવ પૂરતું માત્ર નિસરણી તેમજ છજાનું દબાણ દર્શાવવામાં આવેલ છે, જેનું કોઈ માપ દર્શાવવામાં આવેલ નથી અને સરકારના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને આ દબાણ બચાવવાના પ્રયાસો કરવામાં આવેલ છે. જેથી આ દબાણ પેનલ ટીમ દ્વારા માપણી કરવામાં આવે અને જવાબદાર અધિકારી ઉપર કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેમજ દબાણ કરનાર ઉપર કાયદાની વિવિધ જોગવાઇ મુજબ લેન્ડ ગ્રેબિંગ મૂજબ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ દબાણ ક્યારે દૂર થશે કે પછી મે પ્રાંત કલેકટરશ્રીના હુકમને અનાદર કરવામાં આવશે.