ગરબાડા મામલતદાર કચેરી ખાતે દાહોદ જીલ્લા પોલીસવડા રવિરાજસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જે સ્વાગત કાર્યક્રમમાં તાલુકાના જુદા જુદા જે વિસ્તારોની જુદી જુદી સમસ્યાઓની અરજીઓ આવી હતી. જેમાં તલાટી કમ મંત્રી અને જાંબુઆ ગામના સરપંચ દ્વારા ખૠટઈક કચેરી ગરબાડા દ્વારા આડા પડી ગયેલ નીચે પડી ગયેલા અને નડતા થાંભલાની અરજી , જેસાવાડાના રાઠોડ ઉમેદભાઈ દ્વારા પાણી તથા કિચડ સાફ કરવા બાબતની તેમજ કટારા નવલભાઇ મકનાભાઇ દ્વારા વડવા ગામે આવતા જતા રસ્તા સાફ કરવા તથા આજુબાજુ ઝાડનું કટીંગ કરવા બાબતે અને બારીયા ધર્મેશકુમાર ગંભીરસિંહ દ્વારા મેદાન તેમજ ખેતરના રોડ ગૌચરની જમીન માટે નિકાલ કરાવવા બાબતે નિમચ ગામના સરપંચ વિજયભાઈ દ્વારા ગરબાડા મામલતદાર કચેરી ખાતે દિવ્યાંગ લોકો માટે નવીન આધારકાર્ડ પાડવાની કામગીરી ચાલુ કરવા બાબત જાંબુઆ ગામના રાઠોડ ગીરીશકુમાર કોરાભાઈ દ્વારા લેન્ડ ગેબીંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા બાબતે આ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી.
આ તમામ અરજદારોની અરજીઓ દાહોદ જીલ્લા એસપી રવિરાજસિંહ જાડેજા દ્વારા સાંભળવામાં આવી હતી અને જે તે વિભાગના અધિકારી અને કર્મચારીઓને આ અરજીના નિકાલ કરવા માટે અને હકારાત્મક પગલાં લેવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. સ્વાગત કાર્યક્રમમાં ગરબાડા મામલતદાર, જેસાવાડા પોલીસ મથકના પી આઇ એન.એમ. રામી ગરબાડા પીઆઇ એસ.એમ.રાદડિયા ગરબાડા તાલુકા વિકાસ અધિકારી. તેમજ વિવિધ વિભાગના કર્મચારી અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.