હાલોલ પાલિકા વિસ્તારમાં રોડ ઉપર પડેલ ખાડા અને તુટેલા રોડ માટે મામલતદારને આવેદન

હાલોલ,
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં તંત્રના ભ્રષ્ટ વહીવટના કારણે પડેલ ઊંડા ખાડા અને તૂટેલા રોડ રસ્તાઓથી પ્રજાને પડેલી મુશ્કેલી તંત્રનું ધ્યાન દોરવા અને મુશ્કેલીઓ નિવારવા હાલોલ ખાતે મામલતદારને આવેદનપત્ર સુપરત કરી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અજીતસિંહ ભાટી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રફિકભાઈ, હાલોલ શહેર પ્રમુખ હિતેન્દ્ર સિહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ગુ‚રાજસિંહ ચૌહાણ, એન.એસ.યુ.આઇના પ્રમુખ વિશાલભાઈ જાદવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર મુક્તિબેન જાદવ, હાલોલ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ગજેન્દ્રસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડીનેટર સાજીદ વલી, એજાજભાઈ શેખ મુસ્તાકભાઈ ફા‚કભાઈ, કિર્તીભાઈ પંચાલ, જશવંતસિંહ ગોળ વિરેન્દ્રસિંહ ડામોર, ટીનાભાઇ ચૌહાણ વગેરે કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.