
આજના સ્વાર્થી યુગમાં પણ ઈમાનદારી અને માનવતા જીવંત છે, તેનું એક ઉત્તમ ઉદાહરણ ગોધરા શહેરમાં જોવા મળ્યું છે. એક સામાન્ય રીક્ષા ચાલક ફિરદૌસભાઈ શકલાએ તેમના વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા અને ઉમદા ચારિત્રનો પરિચય કરાવ્યો છે. કોઈ પણ પ્રકારનો લોભ રાખ્યા વિના તેમણે તુરંત જ મહિલાના ઘરની શોધખોળ શરૂ કરી દીધી હતી. મહિલાને તેમનો કિંમતી સામાન પરત કર્યો હતો.
ગોધરાના મોદીની વાડી નં.1 પાસે રહેતા ધ્રુવીકાબેન હર્ષલભાઈ પટેલ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી સહજાનંદ સોસાયટી જવા માટે ફિરદૌસભાઈની રીક્ષામાં બેઠા હતા. ઉતરતી વખતે ધ્રુવીકાબેન ઉતાવળમાં પોતાનું કિંમતી પર્સ રીક્ષાની સીટ પર જ ભૂલી ગયા હતા. આ પર્સમાં સોનાના દાગીના અને રોકડ રકમ હતી. મુસાફરને ઉતારીને ફિરદૌસભાઈ આગળ વધી ગયા હતા. થોડા સમય બાદ જ્યારે તેમની નજર રીક્ષામાં પડેલા પર્સ પર પડી, ત્યારે તેમણે તરત જ રીક્ષા ઊભી રાખી.
પર્સ ખોલીને તપાસ કરતાં તેમાં સોનાના દાગીના અને રોકડ જોઈને ફિરદૌસભાઈની ઈમાનદારી જાગી ઉઠી. કોઈ પ્રકારનો લોભ રાખ્યા વિના તેમણે તુરંત જ મહિલાના ઘરની શોધખોળ શરૂ કરી દીધી હતી. ફિરદૌસભાઈએ ધ્રુવીકાબેનનું ઘર શોધીને તેમનો સંપર્ક કર્યો અને તેમનો કિંમતી સામાન સહી-સલામત પરત કર્યો હતો. એક સામાન્ય રીક્ષા ચાલક ફિરદૌસભાઈએ ઈમાનદારી અને માનવતા જીવંત છે, તેનું એક ઉત્તમ ઉદાહરણપૂરું પડ્યું હતું.
કિંમતી સામાન સન્માન સાથે પરત અમારાબેન ધ્રુવીકાબેન મોદીની વાડી નં.1 થી સહજાનંદ સોસાયટી ખાતે જવા માટે ફિરદૌસભાઈના રિક્ષામાં બેઠા હતા. બેન તેમનું પર્સ ભૂલી ગયા હતા. બાદમાં ફિરદૌસભાઈએ શોધખોળ કરીને અમારો સંપર્ક કર્યો હતો. તેમાં અમોને સહી સલામત સોનાના દાગીના તેમજ રોકડ રકમ પરત કરેલ હતી. અમારા શું પરિવારે ફિરદૌસભાઈનું સન્માન કરીને ઇનામ આપ્યું હતું. – વિરેન પટેલ, ગોધરા