
બીસીસીઆઇએ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. દરમિયાન, શ્રેયસ ઐયરને આ શ્રેણી માટે ટીમનો ઉપ-કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. દરમિયાન, ઐયર અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
ખરેખર, ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલા શ્રેયસ ઐયરને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઐયરને અણધારી રીતે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઐયરને વિજય હજારે ટ્રોફીમાં મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ, શાર્દુલ ઠાકુર વિજય હજારે ટ્રોફીમાં મુંબઈનો કેપ્ટન હતો. હવે, ઐયર ટીમની કમાન સંભાળશે. ઈજાને કારણે શાર્દુલ ઠાકુર આ પ્રતિષ્ઠિત ઘરેલુ ૫૦-ઓવરની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પરિણામે, ઐયરને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
મુંબઈ ક્રિકેટ એસોસિએશને ૫ જાન્યુઆરીના રોજ એક નિવેદનમાં આ માહિતી જાહેર કરી.એમસીએએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે એમસીએએ જાહેરાત કરતા આનંદ અનુભવે છે કે શ્રેયસ ઐયરને વિજય હજારે ટ્રોફીની બાકીની લીગ મેચો માટે મુંબઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરની વિદાય બાદ, ટીમ મેનેજમેન્ટે અનુભવી મયમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર પર વિશ્ર્વાસ મૂક્યો છે. ઐયર પાસે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેપ્ટનશિપનો નોંધપાત્ર અનુભવ છે, જે ટુર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચોમાં મુંબઈને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે.
વીએચટી લીગ સ્ટેજ પછી ઐયરનું કેપ્ટન તરીકે ચાલુ રહેવું તેના પર નિર્ભર રહેશે કે બીસીસીઆઇ તેમને આંતરરાષ્ટ્રીય ફરજ માટે ફિટ જાહેર કરે છે કે નહીં. ઐયરને ૧૧ જાન્યુઆરીથી બરોડામાં શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં વનડે ટીમની જાહેરાત કરતા,બીસીસીઆઇએ જણાવ્યું હતું કે ઐયરની ફિટનેસનું મૂલ્યાંકન સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કરવામાં આવશે અને જો ફિટ જાહેર કરવામાં આવે તો તેમને વનડે ટીમમાં સામેલ કરવામાં આવશે. જો ઐયરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવા માટે મંજૂરી મળે છે, તો ક્રિકેટ એસોસિએશનને ૧૨ જાન્યુઆરીથી શરૂ થનારી વીએચટી નોકઆઉટ્સ માટે બીજા કેપ્ટનની નિમણૂક કરવી પડશે.એમસીએ સેક્રેટરી ઉન્મેશ ખાનવિલકરે કહ્યું, “પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી અમે નિર્ણય લઈશું. શ્રેયસ બાકીની બે લીગ મેચો માટે ટીમનું નેતૃત્વ કરશે.”