૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે,અંબાલાલની આગાહી

ગુજરાતમાં હજુ પણ લો પ્રેશર, સાયસર, મોન્સૂન ટ્રફ એÂક્ટવ છે. આગામી સાત દિવસ વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગની આગાહી

રાજ્ય હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ રહી શકે છે. કેટલાક વિસ્તારો માટે વરસાદનું યલ્લો એલર્ટ આપેલું છે જ્યારે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ લેટેસ્ટ આગાહીમાં કહ્યું છે વધુ એક સિસ્ટમના કારણે ૮મી ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ફરી વરસાદની શક્્યતાઓ છે.

રાજ્ય હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યાં મુજબ વેલમાર્ક લો પ્રેશર હવે સાયકલોનિક સર્ક્‌યુલેશનમાં ફેરવતા નબળો પડ્યો છે. આગામી સાત દિવસ વરસાદ રહી શકે છે. લો પ્રેશર, સાયસર, મોન્સૂન ટ્રફ એક્ટવ છે. આથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ માટે વરસાદનું યલ્લો એલર્ટ અપાયેલું છે. કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની શક્્યતા છે

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરતા કહ્યું છે કે આગામી ૨૪ કલાકમાં રાજ્યના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્્યતાઓ છે. ગુજરાતમાં વરસાદ બીજી એક સિસ્ટમના લીધે તારીખ ૮ થી ૧૫મી ઓગસ્ટમાં આવવાની શક્્યતાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. કયાંક ભારે વરસાદી ઝાપટા તો ક્્યાંક ભારે વરસાદ પડી શકે છે. તાપી નદીનું જળ સ્થર વધાવની શક્યતાઓ.

સૌરાષ્ટÙ અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે.ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્્યતા છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. જેમાં કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની Âસ્થતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.આમ જુઓ તો અલ નીનોના કારણે આ વખતે ચોસમાસીની સીઝનના પહેલા બે મહિના એટલે કે જૂન અને જુલાઈમાં દેશભરમાં સામાન્યથી ૧૩ ટકા ઓછો વરસાદ પડ્યો હોવાનું કહેવાય છે. પરંતુ લદાખને બાદ કરતા ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યોમાં આ કમી રાષ્ટ્રીય સરેરાશથી ખુબ વધુ છે. યુપીમાં રાષ્ટય સરેરાશથી બમણો એટલે કે ૨૮ ટકા ઓછો વરસાદ પડ્યો છે. પંજાબમાં સામાન્યથી ૩૮ ટકા અને હરિયાણામાં ૩૧ ટકા ઓછો વરસાદ પડ્યો છે. જેનાથી ખેતી માટે વર્ષા આધારિત રાજ્યોની ચિંતા વધી છે.

જુલાઈમાં બંગાળની ખાડ઼ીમાં બનેલા દબાણના ક્ષેત્રોના કરાણે સારો વરસાદ પડ્યો. આ દરમિયાન દેશભરમાં સરેરાશ ૨૮૩.૩ મિમી વરસાદ પડ્યો. જે સામાન્ય ૨૮૦.૫ મિમી કરતા વધુ હતો. જેનાથી કમીની થોડી ભરપાઈ થઈ શકી અને સરેરાશ વરસાદમાં કમીનું અંતર ઘટીને ૧૩ ટકા રહી ગયું. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના લેટેસ્ટ રિપોર્ટ મુજબ હિન્દ મહાસાગરમાં વિÂક્સત થઈ રહેલા ઈÂન્ડયન ઓસન ડિપોલથી અલ નીનોની અસર ઘટવાની આશા છે. તેનાથી દક્ષિણ ભારત સહિત દેશના અન્ય ભાગોમાં વરસાદમાં સુધારો થઈ શકે છે.