કોંગ્રેસ સરકારમાં એક મંત્રી સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા, ભાજપ અને તેના સાથી, જેડી(એસ) એ મંગળવારે રાત્રે કર્ણાટક વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કર્યું અને રાજ્યના એક્સાઇઝ મંત્રી આર.બી. તિમ્માપુરના રાજીનામાની માંગણી કરી, જેઓ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહૃાા છે. ભાજપે એક્સાઇઝ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને દારૂના લાઇસન્સ આપવા માટે લાંચ માંગવામાં આવી રહી હતી.
વિપક્ષી નેતા આર. અશોકએ આરોપ લગાવ્યો હતો કે કથિત કૌભાંડ ૬,૦૦૦ કરોડનું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે શાસક કોંગ્રેસ પક્ષ આ નાણાંનો ઉપયોગ ચૂંટણીલક્ષી રાજ્યોમાં તેમની પાર્ટીને ભંડોળ પૂરું પાડવા માટે કરી રહી છે. તાજેતરમાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે લોકાયુક્ત પોલીસે ૧૬ જાન્યુઆરીએ બેંગલુરુ શહેરી જિલ્લા એક્સાઇઝ ડેપ્યુટી કમિશનર જગદૃીશ નાઈક અને અન્ય બે અધિકારીઓની ૨૫ લાખ રૂપિયાની લાંચ લેતી વખતે ધરપકડ કરી હતી. લોકાયુક્ત અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમના પર સીએલ-૭ (હોટેલ અને બોર્ડિંગ હાઉસ) અને માઇક્રોબ્રુઅરી લાઇસન્સ આપવા માટે ૮૦ લાખની માંગણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
બીજી બાજુ, મંત્રીએ ભાજપની રાજીનામાની માંગણીને ફગાવી દૃીધી હતી, અને કહૃાું હતું કે ભાજપ સરકાર દરમિયાન ક્યારેય કોઈ મંત્રીએ રાજીનામું આપ્યું નથી. પોતાના બચાવમાં, મંત્રીએ કહૃાું કે એક્સાઇઝ વિભાગમાં ભ્રષ્ટાચાર નવો નથી, તેમણે દૃરેક સ્તરે ભ્રષ્ટાચાર ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે ચર્ચા કર્યા પછી, તેમણે લાઇસન્સ આપવાની પ્રક્રિયાને સરળ બનાવી હતી. આજે કર્ણાટક વિધાનસભાના ખાસ સત્રનો છેલ્લો દિવસ છે, અને આ મુદ્દા પર હોબાળો થવાની અપેક્ષા છે.