૧૫ જૂને પ્રગતિ પથ યાત્રાનો શુભારંભ ટોપી હોલ ખાતે આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

આગામી ૧૫મી જૂનના રોજ યોજાનારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને “પ્રગતિ પથ યાત્રાના સુચા‚ આયોજન અંગે શહેરના ટોપી હોલ ખાતે દાહોદ જીલ્લા કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આગામી ૧૫ જૂનના રોજ ટોપી હોલ ખાતે ભવ્ય પ્રબુદ્ધ સન્માન સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સન્માનિત અને પબુદ્ધ નાગરિકોનું વિશેષ બહુમાન કરવામાં આવશે. કાર્યક્રમના દ્વિતીય વરણમાં ટોપી હોલ ખાતેથી જીલ્લાના વિકાસ કાર્યોને વેગ આપતી ‘પ્રગતિ પથ યાત્રા’નું પ્રસ્થાન કરાવી તેનો પ્રારંભ કરવામાં આવશે.સમીક્ષા બેઠક દરમિયાન જીલ્લા કલેક્ટર સુરભી ગૌતમે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને કાર્યક્રમની પૂર્વતૈયારીઓ કરવા અને સુદ્રઢ આયોજન માટે જ‚રી માર્ગદર્શન પૂ‚ં પાડી મહત્વની સૂચનાઓ આપી હતી

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, પ્રાંત અધિકારી મિલિંદ દવે, જીલ્લા પુરવઠ અધિકારી ગૌતમ લોડલીયા, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી સહિત જીલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.