
સિલ્વરસ્ટોન ખાતે મિશેલિન લે મેન્સ કપ રેસ યોજાઈ હતી, અને તમિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા વિજયે હાજરી આપી હતી. અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ ત્યાં જાવા મળી હતી. રેસિંગ સર્કિટ પર પહોંચેલી ત્રિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં, ત્રિશા જીન્સ, ટી-શર્ટ અને મરૂન જેકેટ પહેરેલી જાવા મળે છે. તે કારમાંથી ઉતરીને રેસિંગ સર્કિટ પર એક તંબુ તરફ ચાલતી જાવા મળે છે. બીજા એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિજય રેસનો આનંદ માણી રહ્યો છે, જેમાં ત્રિશા પણ તેની સાથે જાવા મળી રહી છે. વીડિયો સામે આવતાની સાથે જ ચાહકોએ તેમની હાજરીની ચર્ચા શરૂ કરી દીધી.
સિલ્વરસ્ટોન પહોંચતા પહેલા, ત્રિશા કૃષ્ણન લંડનમાં પીઢ અભિનેત્રી રાધિકા શરતકુમાર સાથે પણ જાવા મળી હતી. રાધિકાએ સોશિયલ મીડિયા પર ત્રિશા સાથેનો એક સેલ્ફી શેર કર્યો હતો, જે તરત જ વાયરલ થઈ ગયો હતો. રાધિકા પણ અજિત કુમારની રેસ જાવા માટે લંડન પહોંચી હતી. તે રેસ પહેલા અજિતને મળી હતી.
ત્યારબાદ વિજય અને ત્રિશા ડેટિંગની અફવાઓ ફરી સામે આવી, વિજય અને ત્રિશા કૃષ્ણનના સંબંધોની અફવાઓ ઘણા સમયથી ફેલાઈ રહી છે.,જાકે, બંનેએ સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી.,બંને ફિલ્મ “લિયો” માં પણ ઓનસ્ક્રીન પર સાથે જાવા મળ્યા હતા, જેણે તેમની નિકટતાની અફવાઓને વધુ વેગ આપ્યો હતો.
માર્ચ ૨૦૨૬ માં, વિજય અને ત્રિશા ચેન્નાઈમાં ફિલ્મ નિર્માતા કલ્પતિ એસ. સુરેશના પુત્રના લગ્નના રિસેપ્શનમાં પણ સાથે જાવા મળ્યા હતા.તેમના એકસાથે દેખાવે હેડલાઇન્સ બનાવી.વિજયના તેની પત્ની સંગીતા સોર્નાલિંગમથી છૂટાછેડાના સમાચાર સામે આવ્યા ત્યારે આ બાબત વધુ ચર્ચામાં આવી.