વડોદરામાં એસીબીની સફળ ટ્રેપ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા રૂ. ૫ લાખની લાંચ માગનાર રંગે હાથે ઝડપાયો

એસીબીએ ક્રિસમસના દિવસે વડોદરામાં એક મોટી અને સફળ લાંચની ટ્રેપ ગોઠવીને એક પ્રજાજનને રંગે હાથે પકડી પાડ્યો છે. આરોપીએ વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઇના નામે ફરિયાદ નોંધાવવા માટે રૂ. ૫ લાખની લાંચની માંગણી કરી હતી, જેમાંથી અડધી રકમ રૂ. ૨.૫૦ લાખ લેતી વેળાએ તેને ઝડપી લેવામાં આવ્યો.આરોપીની ઓળખ સુરેશ રામચંદ તોલાણી તરીકે થઈ છે, જે ગોકુલનગર સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ, વડોદરામાં રહે છે. તે પોતાને પ્રજાજન તરીકે ઓળખાવતો હતો અને વિવિધ કામોમાં મયસ્થી કરતો હોવાનું કહેવાય છે.

ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેમની વારસિયા વિસ્તારમાં સર્વે નં. ૩૨૯ની જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા અવૈધ બાંધકામ થઈ રહ્યું હતું. આ અંગે તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.આ કેસમાં બિલ્ડર સામે ફરિયાદ નોંધાવવા માટે આરોપી સુરેશ તોલાણીએ વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબના નામે રૂ. ૫ લાખની લાંચની માંગણી કરી હતી.

આરોપીએ કહ્યું હતું કે ફરિયાદ નોંધાવતા પહેલા રૂ. ૨.૫૦ લાખ અને ફરિયાદ નોંધાયા બાદ બાકીના રૂ. ૨.૫૦ લાખ આપવાના રહેશે. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને છઝ્રમ્નો સંપર્ક કર્યો.૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ એસીબીએ ચોખંડી વિસ્તારમાં આવેલી આરોપીની ‘અનુભવ એન્ટરપ્રાઇઝ’ નામની દુકાનમાં ટ્રેપ ગોઠવી. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી અને રૂ. ૨.૫૦ લાખની રકમ સ્વીકારી લીધી. તે જ વખતે એસીબીની ટીમે તેને રંગે હાથે પકડી પાડ્યો અને પૂરી રકમ રિકવર કરી લીધી.