
બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે હવાઈ સેવાઓ ભારે ખોરવાઈ ગઈ હતી. આ તકનીકી ખામીને કારણે લગભગ ૧,૦૦૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટએ આ માહિતી આપી છે.યુકેની નેશનલ એર ટ્રાફિક સર્વિસએ ટેકનિકલ સમસ્યાની પુષ્ટિ કરી હતી, અને જણાવ્યું હતું કે તેના એન્જિનિયરો તેને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે.
એનએટીએસ અનુસાર, ટેકનિકલ ખામી મુખ્યત્વે ફ્લાઇટ પ્રસ્થાનને અસર કરી હતી.એનએટીએસએ જણાવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાને સુધારવા માટે કામ ચાલી રહ્યું છે, પરંતુ હવાઈ ટ્રાફિકને સંપૂર્ણપણે સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. મુસાફરોને ફ્લાઇટ વિલંબ અને રદ કરવા સહિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
ટેકનિકલ ખામીને કારણે બ્રિટિશ એરવેઝ અને ઇઝીજેટ સહિત અનેક એરલાઇન્સની ફ્લાઇટ્સને અસર થઈ હતી.આ અચાનક ટેકનિકલ ખામીને કારણે યુકે એરપોર્ટ પર મુસાફરોને અસુવિધા થઈ હતી. એનએટીએસની ટેકનિકલ ટીમ શક્ય તેટલી ઝડપથી સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે.
કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે તેમની ફ્લાઇટ્સ રદ થાય તે પહેલાં તેઓ કલાકો સુધી રનવે પર ફસાયેલા હતા. ઘણા લોકોએ એરલાઇન્સ તરફથી વાતચીતના અભાવે હતાશા વ્યક્ત કરી હતી.અસરગ્રસ્ત એરપોર્ટ્સમાં લંડનના સ્ટેન્સ્ટેડ અને સિટી એરપોર્ટ તેમજ માન્ચેસ્ટર, બ‹મગહામ, ગેટવિક અને સ્કોટલેન્ડના એરપોર્ટનો સમાવેશ થાય છે. તેમણે મુસાફરોને ચેતવણી આપી હતી કે તેઓ તેમની એરલાઇન સાથે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસે.
બજેટ એરલાઇન ઇઝીજેટે જણાવ્યું હતું કે તેની કેટલીક ફ્લાઇટ્સ ઓપરેટ કરવામાં અસમર્થ છે. સિસ્ટમ નિષ્ફળતાને કારણે સમગ્ર યુરોપમાં ફ્લાઇટ્સ મોડી પડી હતી. હીથ્રોની વેબસાઇટ દર્શાવે છે કે યુરોપિયન સ્થળોએ જતી ઘણી ટૂંકા અંતરની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા મોડી પડી હતી. ટેકનિકલ ખામીનું કારણ હજુ સ્પષ્ટ નથી.