સુખસરમાં બ્રાન્ડેડ ‘ટનાટન’ માવાની સોપારીના ડુપ્લિકેટ પાઉચના વેચાણનો ભાંડો ફુટતા પોલીસે દિયા કિરાણા સ્ટોરમાં દરોડો પાડીને ૧૨૦ ડુપ્લિકેટ પેકેટ જપ્ત કર્યા હતા.
સુખસરના સંતરામપુર રોડ પર આવેલા દિયા કિરાણા સ્ટોરમાં ‘ટનાટન’ માવાની સોપારીના ડુપ્લિકેટ પેકેટનુ વેચાણ થતું હોવાની માહિતી મુળ કંપનીના માલિકને મળતા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સુખસર અને આસપાસના વેપારીઓ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સુખસરમાં ડુપ્લિકેટ પેકેટનુ વેચાણ થતું હોવાની ખાતરી મળતા મુળ કંપનીના માલિક ખેડા જિલ્લાના કઠલાલ ગામના સંદિપભાઈ ભુપેન્દ્રભાઈ પંજાબીએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે દિયા કિરાણા સ્ટોરમાં તપાસ કરતા ‘ટનાટન’ સોપારીના ચાર કઠ્ઠામાં કુલ ૧૨૦ ડુપ્લિકેટ પેકેજ જેની કિ.રૂ.૯,૬૦૦/-ના મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે લઈને દુકાનના માલિક અશોકભાઈ પુરણમલ અગ્રવાલ સામે કોપીરાઈટ અધિનિયમ, ૧૯૫૭ ની કલમ ૬૩,૩૪ અન્વયે ગુનો નોંઘ્યો હતો.