સંતરામપુરના કાંકરા ડુંગર ખાતે ખેડાપાબેટમાં 100 ઉપરાંત મતદારોના કામ માટે બી.એલ.ઓ.એ નાવડીની સફર કરી કામગીરી પુર્ણ કરી હતી. સતત ત્રણ દિવસ સુધી નાવડીમાં અવર જવર કરીને સરકારી કામ પુર્ણ કરવાનો ઉત્સાહ બતાવી બી.એલ.ઓ.એ તમામ 100 મતદારોના ફોર્મ સબમીટ કરી દીધા હતા.
સંતરામપુર તાલુકાના 286 બુથ પર 83 ટકા કામગીરી પુર્ણ કરવામાં આવી છે. સંતરામપુર મત વિસ્તારના 2.86 લાખ મતદારોના ફોર્મની વહેંચણી કરવામાં આવી હતી. જેમાંથી 2.10 લાખ ફોર્મની એન્ટ્રી પણ થઈ ચુકી છે. અત્યાર સુધીમાં સંતરામપુર તાલુકામાં એસ.આઈ.આર.ની કામગીરી સોૈથી વધારે જોવા મળી આવેલ છે. જયારે બીજી બાજુ સંતરામપુર તાલુકાના કાકરા ડુંગર અને ખેડાપાબેટ જયાં 100 ઉપરાંત મતદારો આવેલા છે. બી.એલ.ઓ., સહાયક સહિત પાંચ કર્મચારીઓ ભેગા મળીને અઢી કિ.મી.હોળીમાં નાવડીમાં બેસીને ગામે પહોંચીને એસ.આઈ.આર.ની કામગીરી પુર્ણ કરેલી હતી. ફોર્મ વેરિફિકેશનમાં કોઈ બાકી ન રહે તે માટે સતત ત્રણ દિવસ સુધી ભરેલા ફોર્મ એન્ટ્રી સાથે સંપુર્ણ કામગીરી અઢી કિ.મી.અંતર નાવડીમાં બેસીને એસ.આઈ.આર.ની કામગીરી પુર્ણ કરી હતી. ખેડાપા બેટના છેવાડા વિસ્તારોમાં આજે પણ મતદાર યાદી સુધારવામાં સંપુર્ણ લાભ આપવામાં આવેલો હતો. અને એક પણ યાદીમાં નામ બાકી રાખવામાં આવેલ ન હતા. તમામ મતદારોના ફોર્મ ભરીને કાર્ય પુર્ણ કરવામાં આવ્યુ હતુ.