નસવાડીમાં વોટર વર્કસની પાઈ5લાઈનમાં ભંગાણ સર્જાતા ચાર દિવસથી પાણીની અછત

નસવાડીમાં વોટર વર્કસની લાઈનમાં ભંગાણ સર્જાતા નસવાડીના સ્ટેશન વિસ્તાર, સરકાર ફળિયા ચાર રસ્તા અને પરમાર ફળિયામાં ત્રણ દિવસથી પાણીની તંગી ઉદ્ભવી હતી. જેને લઈને બે હજાર લોકો હેરાન પરેશાન થયા હતા. નસવાડી જુથ ગ્રામ 5ંચાયતના સત્તાધિશોએ પીડિત પ્રજાને પાણીના ટેન્કર પણ ફાળવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં અંધેર વહીવટના કારણે ગ્રામજનો હેરાન પરેશાન બન્યા છે. નસવાડીના માર્કેટ કમ્પાઉન્ડ પાસે વોટર વર્કસની મુખ્ય લાઈનની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં માર્કેટ કમ્પાઉન્ડના વોટર વર્કસમાંથી પાણી ન છોડાતા સરકાર ફળિયા ચાર રસ્તા વિસ્તાર, અને પરમાર ફળિયા, દિવાન ફળિયામાં પાણીની તંગી ત્રણ દિવસથી સર્જાઈ છે. ગ્રામ પંચાયતના સત્તાધિશો વાકેફ હોવા છતાંય લોકોને ટેન્કરથી પણ પાણી પુરૂ ન પાડતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગ્રામ પંચાયતના મોટાભાગના વિસ્તારોમાં માર્કેટ કમ્પાઉન્ડમાં આવેલ વોટર વર્કસના બોરમાંથી પાણી છોડવામાં આવે છે. અને તે પાણીથી ચાર વિસ્તારોની તરસ છિપાય છે. ટાઉનમાં 12 વોર્ડમાં આજે પણ વોટર વર્કસનુ પાણી સીધુ છોડવામાં આવે છે. નસવાડીના સ્ટેશન વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફિલ્ટર વાળુ શુદ્ધ પાણી મળે તે માટે સંપ બનાવવામાં આવ્યો પરંતુ તેનુ પાણી આજદિન સુધી સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યુ નથી. આ સંપની આજુબાજુ ગટરના દુષિત પાણી વહી રહ્યા છે. આજે પણ 50 વર્ષ જુની પાણી પુરૂ પાડવાની લાઈનો છે. જેના કારણે વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાય છે.