
રોહિત સમાજમાં વર્ષોથી ચાલી આવતા રિવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલિ આપી સામાજીક સુધારા માટે આહવાનું કરાયું.
રોહિત સમાજ સંયુક્ત પંચની બેઠકમાં સુતીયા,મીયોડ, છત્રી તથા બારીયા પરગણાના સભ્યોએ નવીન બંધારણને બહાલી આપી.
સંત રવિદાસ રોહિત સમાજ મંડળ સંતરામપુર વર્ષ ૨૦૧૩ થી કાર્યરત છે અને આ મંડળ રોહિત સમાજના ઉત્થાન માટે કાર્યરત છે અને સમાજમાં રિવાજોના નામે ઘર કરી ગયેલ કુરિવાજોને તિલાંજલિ આપી સામાજીક પરિવર્તન લાવવા માટે પહેલ કરી રહેલ છે.ત્યારે રવિવારના રોજ સંતરામપુર ખાતે મંડળના પ્રમુખ ગનાભાઈ ભૂનેતરની અધ્યક્ષતામાં દાહોદ, મહીસાગર તથા પંચમહાલ જીલ્લા રોહિત સમાજના સુતિયા,મીયોડ,છત્રી તથા બારીયા પરગણા સંયુક્ત પંચની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં મોટી સંખ્યામાં રોહિત સમાજના સભ્યો હાજર રહ્યા હતા.અને નવીન બંધારણ સમાજને અનુપ હોય સમાજના નેવુ ટકા સભ્યોએ સંમતિ આપી વધાવી લીધું હતું.

જાણવા મળેલ માહિતી મુજબ રોહિત સમાજની સંયુક્ત પંચની મળેલ બેઠકમાં સમાજ સુધારા માટે વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા.જેમાં દીકરા દીકરીની સગાઈ સમયે વરનું ઘર જોવા માટે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ જાય છે.અને બંને પક્ષે ખોટો ખર્ચ થાય છે. ત્યારે ક્ધયા પક્ષે વર પક્ષનું ઘરબાર જોવા માટે માત્ર ૧૧ માણસોએ જવું. જ્યારે સગાઈ ના રીતના ત્રણ પ્રકાર છે, તેમાં કંકુની ક્ધયા ૪૫૨ ની રીત વાળી ક્ધયા તથા દાપાની ક્ધયા. તેમાં કંકુની ક્ધયા રીત બાબતે વર પક્ષ તરફથી તેના સગા સંબંધી ક્ધયા પક્ષના ઘરે જવાનું રહેશે અને આ સગાઈ બાબતે સમાજના રીત રિવાજ મુજબ સગાઈના રૂપિયા બે રાવણાના ક્ધયા પક્ષ તરફથી લેવામાં આવશે, તેમજ સગાઈ પેટે થતા ખર્ચ પણ ક્ધયા પક્ષ તરફથી લેવાનો રહેશે સગાઈ નક્કી થયા બાદ રૂપિયા બે અને ધોતી સગાઈ માટે વેવાઈને આપવાનું રહેશે. જ્યારે ૪૫૨ રીત વાળી ક્ધયા બાબતે સગાઈના પિયા બે રાવણા ના બંને તરફ પક્ષ તરફથી એક એક રૂપિયો લેવા અને લગ્ન વખતે ૪૫૨ છોકરીના પિતાની ઈચ્છા મુજબ વરને ભણાવી આપે તેમાં કોઈને વિરોધ કરવો નહીં અને ભણાવી આપ્યા બાદ સગાઈથી લગ્ન સુધીનો ખર્ચ ક્ધયા પક્ષ તેના પિતા કરવા માંગતા હોય તો કરી શકે તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.
અગાઉ વર પક્ષ તરફથી ક્ધયા પક્ષ ક્ધયાના દહેજ પેટે લાખો પિયા વસુલાત કરતા હતા.પરંતુ નવીન બંધારણ પ્રમાણે વર પક્ષે ક્ધયા પક્ષને લગ્નના ખર્ચ પેટે રૂપિયા ૨,૧૧,૦૦૦ આપવાના રહેશે. તેમજ વર પક્ષે ક્ધયાને નાકની સોનાની જડ, સોનાના પાંચ ગ્રામ વજનના સેલર, ચાંદીનું મંગલસૂત્ર તથા ૨૫૦ ગ્રામ ચાંદીની ઝાંઝરી વર પક્ષે ક્ધયા પક્ષને આપવા ઠરાવ કરવામાં આવ્યો છે. જ્યારે ક્ધયાદાનમાં દીકરીના પિતાએ થાળી, લોટો અને બેઢુ તથા સાસુ સાડલો આપવા જ્યારે સગા સંબંધીઓ ક્ધયાને દર દાગીના, વાસણ કે રોકડમાં ક્ધયાદાન કરશે. પ્રી વેડિંગ પ્રથા તથા રીંગ સેરેમની બંને પક્ષને શક્ય હોય તો લગ્નના દિવસે કરી શકશે. તેમજ ક્ધયા પક્ષ તરફથી લગ્ન અગાઉ ચાર કે પાંચ દિવસ પહેલા વરને ચાંદલા વિધિ કરવા માટે જવાનું રહેશે. ચાંદલા વિધિમાં ક્ધયા પક્ષ તરફથી કોઈ પણ રકમ કે કપડાં લઈ જઇ શકશે નહીં. ફક્ત કંકુની ક્ધયા બાબતે ક્ધયા પક્ષ તરફથી ફળ, એક પિયો અને કંકુ લઇ જવાના રહેશે. લગનીયામાં મર્યાદિત માણસોએ જવા તેમજ ચાંદલા વિધિ બાદ સાળાને કાપડ વ્યવહાર કરવો.સાથે સગાઓમાં આવેલા માણસોનું સન્માન તરીકે રૂપિયા૨૦૦નો વ્યવહાર કરવા ઠરાવવામાં આવ્યું છે.
મામેરા પ્રથામાં ઠરાવવામાં આવ્યું છે કે,પ્રથમ મામેરા સમયે દાગીના કે રોકડ રૂપિયા તેમજ કાપડ વ્યવહાર કરી શકાશે.પરંતુ કુટુંબના સભ્યો કાપડ વ્યવહાર કરી શકશે નહીં.ફક્ત સાસુ સાડલો આપવા તેમજ બીજા ભાણેજના લગ્ન વખતે બેન બનેવીને કાપડ વ્યવહાર કરવો.શક્ય હોય તો રોકડ નાણા આપી શકાશે.જ્યારે વર ઝાપા ઉપર આવે ત્યારે આરતીના રૂપિયા ૫૦૦ આપવા.મહારાજને ૧૧-૧૧ પિયા આપવા તેમજ મામાના ૧૦૦૦ રૂપિયા આપવા ઠરાવાયું છે. જ્યારે ક્ધયા પધરાવાની રીતમાં મહારાજને વર પક્ષ તરફથી રૂપિયા ૨૧૦૦ રહેશે.તે સિવાય દક્ષિણા ક્ધયા પક્ષ તરફથી આપવું હોય તે આપી શકશ.જ્યારે લગ્નની બેઠકમાં ૫૨ રૂપિયા તરફથી લઈ પંચનું ભાણુ ભરી ૫૨ પિયાની લાહણી કરવી. તેમ જ કટારી,માંડવો,તોરણ,પથારી વિગેરેના પરચુરણ ખર્ચના રૂપિયા ૨૦૦૦ વર પક્ષ પાસેથી લેવા સિવાય અન્ય કોઈ લેવડદેવડ કરવી નહીં.જ્યારે આણાની બાબતમાં બેઠકમાં પેટી સોંપી દેવી.તેમજ અણવરમાં શક્ય હોય તો બે માણસ મોકલવા અને આણું તેડવા જવાનું થાય ત્યારે માત્ર પાંચ માણસોએ અણુ તેડી લાવવા જવા ઠરાવ કરવામાં આવ્યો છે.જ્યારે મંત પ્રથા મરજીયાત છે.જ્યારે પતિ પત્નીના વાદ વિવાદ સમયે બંને પક્ષને સાંભળી કમિટી જે નિર્ણય લેશે તે બંને પક્ષને માન્ય રહેશે.આ નિયમોનો ભંગ કરનાર સામે પંચ રાહે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.તેવો પણ ઠરાવ કરવામાં આવ્યો છે.
જ્યારે મરણોત્તર પ્રસંગમાં સ્ત્રીને પિયર પક્ષ તથા પુષને સાસરી પક્ષ દ્વારા ફક્ત એક કફન લાવવાનું રહેશે. અન્યોએ કફન વતી રોકડમાં દાન કરવું,બેસણાની ક્રિયા પાંચ કે સાત દિવસે રાખવી, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સવારે ૧૦ થી ૧૧ કલાક સુધી પૂર્ણ કરવો,તેમજ બેસણામાં કોઈપણ પ્રકારના વાસણ કે ચીજ વસ્તુઓ આપવી નહીં,તેમજ બારમા તથા તેરમાની વિધી એક જ દિવસે રાખવી,તેમજ સાદા બારમામાં એક પથ ક્રિયા કરવી,જ્યારે પાંચ પથની ક્રિયામાં તાંબાના લોટા,તાંબાનો થાળ, કાંસાની થાળી આપવી.છાયલ પ્રથા બંધ કરવામાં આવે છે.ઉપના ત્રણ પ્રકારના દાન પૈકી કોઈપણ એક દાન આપવાનું રહેશે.દાન ક્રિયા કરવી ફરજીયાત નથી.તેરમાના દિવસે થાળી વ્યવહાર માટે સવારથી કાઉન્ટર ગોઠવી લખાવી લેવાનું રહેશે.અને થાળી વ્યવહારની યાદી પંચ રૂબરૂ વાંચવામાં આવશે.શોક વ્યવહારમાં મરનારના દીકરાઓની સાસરીમાંથી કાપડ વ્યવહાર લાવવો,કાપડ વ્યવહાર સાથે રોકડ પિયા મુકવા,દાનની પ્રથા બંધ કરવામાં આવે છે.સગા સંબંધીઓ રોકડ તરીકે વ્યવહાર કરશે.જ્યારે થડાના દાનની વહેચણીમાં તીર્થયાત્રા કરેલી હોય તો ગુરૂ નું દાન,ગુરૂ કુળનું દાન, કંઠી ગુનું દાન,પોતાના ધામોટ મહારાજનું દાન,જ્યારે થડાના દાનની વહેંચણીમાં સુતીયા પરગણાનું થડાનું દાન,કોટલીયા પરગણાનું થડાનું દાન,મિયોડ પરગણાનુ થડાનુ નું દાન,છત્રી સન્માનનું દાન,ધોરીયા નુ દાન અને નટનુ દાન કરી શકાશે.
વધુમાં ઠરાવવામાં આવ્યું છે કે, મહારાજને રૂપિયા ૨૦૦ અને બાકીના આવેલા ને રૂપિયા ૧૦૦- ૧૦૦ આપવા.તથા બેઠકમાં સમાજ ભંડોળ ખાતે રૂપિયા ૨૦૦૦ આપવાના રહેશે. તેમાં સાદા બારમાના ૧૦૦૦ રૂપિયા આપી નાણાંની પહોંચ મેળવી લેવા જણાવ્યું છે. તેમજ મરણ પછી તહેવાર પહેલા બેસવાની ક્રિયા મરણ જનારની દીકરી અને બહેનો આવીને બેસણું કરી લેશે. બેસણામાં કોઈપણ કાપડ વ્યવહાર કે વાસણ વ્યવહાર કરવામાં આવશે નહીં. તેરમાંની ક્રિયા બાદ પોતાની બહેન દીકરીઓ શોક વ્યવહાર બદલાવી દેશે. ઉપર મુજબના લગ્ન અને મરણ ક્રિયાઓના નિયમોનું સંયુક્ત પંચ જણાવેલ સુતીયા પરગણા મીયોડ,છત્રી, બારીયા પરગણા ઓએ ચુસ્તપણે અમલ કરવા અને કરાવવાનો રહેશે.જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે કે કરાવડાવશે તો પંચ રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.