પોરબંદરથી મળી આવેલી બાળકી શિવાનીના વાલી-વારસોની શોધખોળ અંગે જાહેર અપીલ

તારીખ ૨૪/૦૫/૨૦૨૪ના રોજ પોરબંદરના ભેટકડીવાડી વિસ્તારમાંથી આશરે ૮ વર્ષની વયની એક સગીર બાળકી મળી આવેલ છે. આ બાળકી ગોધરા,મહીસાગર,દાહોદ વિસ્તારની હોય તેવું જણાતા પોરબંદરથી મહીસાગર મોકલવામાં આવી છે. બાળકી દ્વારા જણાવવામાં આવેલી પ્રાથમિક વિગતો મુજબ તેનું નામ શિવાનીબેન, પિતાનું નામ અજયભાઈ તથા માતાનું નામ શારદાબેન છે. શારીરિક દેખાવે બાળકી ગૌવર્ણ ધરાવે છે તેમજ તેની પીઠ પર ડાબી બાજુ લાછાંનું નિશાન (ઓળખની નિશાની) રહેલું છે. બાળકીએ અગાઉ પોતે ગોલ્ડન ચોકડી પાસે અથવા ગોધરા રેલ્વે પાટા પાસે ઝૂંપડામાં રહેતી હોવાની પ્રાથમિક વિગત દર્શાવી છે, જે સંદર્ભે તપાસ ચાલુ છે.

હાલમાં આ બાળકી ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ (મહીસાગર હોસ્ટેલ બિલ્ડીંગ, પી.એન.પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કંપાઉન્ડ, સર્કીટ હાઉસની સામે, સંતરામપુર રોડ, લુણાવાડા, જી. મહીસાગર-૩૮૯૨૩૦) ખાતે સુરક્ષિત આશ્રય મેળવી રહી છે.

આ બાળકીના વાલી-વારસ કે સગા-સંબંધીઓ અંગે કોઈ પણ નાગરિક પાસે માહિતી હોય, તો તાત્કાલિક સંસ્થાના ફોન નં. (૦૨૬૭૪) ૨૫૫૦૯૮, ઈ-મેઈલ: લજ્ઞદિ.ંભભશ.ળફવશતફલફલિળફશહ.ભજ્ઞળ અથવા જીલ્લા બાળ સુરક્ષા અધિકારી-મહીસાગર (મો. ૯૪૨૭૨૩૧૦૬૭), સુરક્ષા અધિકારી-સંસ્થાકીય સંભાળ (મો. ૯૭૭૩૪૯૮૦૬૧), તેમજ અધિક્ષક, ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ (મો. ૯૮૨૪૩૫૨૨૨૧) પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. બાળકીને તેના પરિવાર સાથે પુન:મિલાપ કરાવી શકાય તે માટે જાહેર જનતાને સહકાર આપવા અપીલ છે.