
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં જંગરાલ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બીજ ભરવા માટે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓના સંઘને મિની ટ્રકે અડફેટે લેતાં બે પદયાત્રીઓનાં મોત થયાં છે, જ્યારે અન્ય ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો, જોકે સ્થાનિક યુવાનોએ તેનો પીછો કરીને તેને ઝડપી પોલીસને સોંપ્યો હતો.
મળતી માહિતી મુજબ, પદૃયાત્રીઓ બીજ ભરવા માટે પગપાળા જઈ રહૃાા હતા. આ દૃરમિયાન જંગરાલ ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી મિની ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બે લોકોનાં મોત થયાં હતાં અને ચારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બાદૃ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દૃોડી આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, સ્થાનિક યુવાનોએ તેનો પીછો કર્યો હતો અને વ ગામ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.