પંચમહાલ પોલીસ દ્વારા રમત-ગમત, સાહસિક પ્રવૃત્તિઓ, અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી ગોધરા ખાતે માઉન્ટેડ પોલીસ હેડ કર્વાટરમાં કકચેતક હોર્સ રાઈડિંગ કલબ શ કરવામાં આવી રહી છે. આ પહેલના પગલે ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારના નાગરિકો અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓને ધોડે સવારી શીખવાની એક નવી તક ઉપલબ્ધ થશે.
પંચમહાલ પોલીસના માઉન્ડેટ યુનિટ દ્વારા શ થનારી આ રાઈડિંગ કલબમાં ધોડેસવારીની તાલીમ માટે પ્રવેશ પ્રકિયા શ કરવામાં આવશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે માસિક ફી .૩,૦૦૦ અને અન્ય વ્યક્તિઓ માટે માસિક ફી .૬,૦૦૦ નકકી કરવામાં આવી છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વ્યક્તિઓએ માઉન્ડેટ યુનિટ, પોલીસ હેડ કવાર્ટર, ગોધરા ખાતેથી આવેદન ફોર્મ મેળવી નોંધણી કરાવવાની રહેશે. મર્યાદિત બેઠકો હોવાથી વહેલી તકે નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે. આ રાઈડિંગ કલબનો પ્રારંભ આગામી ૧ ડિસેમ્બર-૨૦૨૬ કરવામાં આવશે. તાલીમનો સમય સવારે ૬.૦૦ થી ૭.૪૫ વાગ્યા સુધીનો રહેશે. અઠવાડિયામાં પાંચ દિવસ તાલીમ આપવામાં આવશે. જયારે દર ગુવાર અને રવિવારે રજા રહેશે.ધોડેસવારીની તાલીમથી શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થવાની સાથે આત્મવિશ્ર્વાસમાં વધારો, સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે ચિ, અને રમત-ગમતના વિકાસને પ્રોત્સાહન મળશે. પંચમહાલ પોલીસની આ પહેલથી યુવાનો અને વિદ્યાર્થીઓને રમત-ગમતના ક્ષેત્રમાં એક નવી દિશા મળશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પંચમહાલ પોલીસ દ્વારા લગ્ન પ્રસંગો તેમજ અન્ય શુભ પ્રસંગોએ શિસ્તબદ્ધ અને તાલીમ પામેલા પોલીસ બેન્ડ પણ ભાડેથી આપવામાં આવે છે. જે માટે પણ પંચમહાલ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યુ છે.