
દિલ્હીનો એકંદર વાયુ ગુણવત્તા સૂચકાંક (એકયુઆઇ) શુક્રવારે ૩૯૧ નોંધવામાં આવ્યો હતો, જે ‘ગંભીર’ ગણાતા ૪૦૦ ના ચિહ્નની નજીક છે. આ સૂચકાંક કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અહેવાલ કરાયેલા તમામ મોનિટરિંગ સ્ટેશનોના સરેરાશ ડેટાને ટ્રેક કરે છે.સીપીસીબી અગાઉના ૨૪-કલાક રીડિંગ્સના રનિંગ એવરેજનો ઉપયોગ કરીને દરેક મોનિટરિંગ સ્ટેશન માટે કલાકદીઠ એકયુઆઇની ગણતરી કરે છે. પ્રદૂષણ ડેશબોર્ડ દ્વારા ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ૩૧ મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા ‘ગંભીર’ તરીકે નોંધાઈ હતી, જ્યારે ૨૮ સ્ટેશનો ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં હતા.રોહિણીમાં સૌથી વધુ એકયુઆઇ ૪૭૪ નોંધાયું હતું, ત્યારબાદ પંજાબી બાગ ૪૬૫ અને જહાંગીરપુરી ૪૫૮ નોંધાયું હતું. આરકે પુરમ અને વિવેક વિહાર પણ સૌથી વધુ એકયુઆઇ ધરાવતા ટોચના ૧૦ સ્ટેશનોમાં હતા.સીપીસીબી અગાઉના ૨૪-કલાક રીડિંગ્સના રનિંગ એવરેજનો ઉપયોગ કરીને દરેક સ્ટેશન માટે કલાકદીઠ એકયુઆઇની ગણતરી કરે છે. જા ઓછામાં ઓછા ત્રણ પ્રદૂષકો નિર્ધારિત રીડિંગ મર્યાદાને પૂર્ણ કરે તો જ સ્ટેશનનો ડેટા દૈનિક એકયુઆઇમાં શામેલ થાય છે.
દિલ્હીના ૧૦ વિસ્તારો જ્યાં સૌથી વધુ પ્રદૂષિત હવા છે
રોહિણી – ૪૭૪
પંજાબી બાગ – ૪૬૫
જહાંગીરપુરી – ૪૫૮
ડીટીયુ – ૪૫૪
આરકે પુરમ – ૪૫૦
મુંડકા – ૪૪૬
વિવેક વિહાર – ૪૩૮
સોનિયા વિહાર – ૪૩૬
બવાના – ૪૩૫
અલીપુર – ૪૩૪
કોર્ટે દિલ્હી-એનસીઆરના રસ્તાઓ પર મોટી સંખ્યામાં વાહનો અને ગંભીર ટ્રાફિક જામ (બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિક) તરફ ધ્યાન દોર્યું.કોર્ટે પ્રદૂષણ ઘટાડવા માટે તાત્કાલિક, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના પગલાં લેવાની હાકલ કરી.શુક્રવારે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વાહનોનું ઉત્સર્જન દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. કોર્ટે પ્રદૂષણ ઘટાડવા માટે તાત્કાલિક, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના પગલાં લેવાની હાકલ કરી.
વાયુ પ્રદૂષણ સામે લડવા માટેના નિયમો અને પગલાં સંબંધિત સુઓ મોટો કેસની સુનાવણી કરતી વખતે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાયમલ્યા બાગચી અને વી. મોહનાની બનેલી બેન્ચે દિલ્હી- ભારે ટ્રાફિક (બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિક) પર પણ ચિંતા વ્યક્ત કરી.સીજેઆઇએ કહ્યું, “અમે સતત ચર્ચા કરીએ છીએ, ક્યારેક નિવેદનો અને સૂચનો આપીએ છીએ, પરંતુ હકીકત એ છે કે એકયુઆઇ પહેલાથી જ ૪૦૦ ને સ્પર્શી રહ્યો છે.”સીજેઆઇએ કહ્યું કે બેન્ચે દિલ્હીને ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદ જેવા પડોશી વિસ્તારોને જાડતા રસ્તાઓ પર વાહનોની ભારે સંખ્યા તરફ પણ ધ્યાન દોર્યું. “દિલ્હીના રસ્તાઓ અને દિલ્હીને એનસીઆર સાથે જાડતા રસ્તાઓ જુઓ. કોઈપણ રસ્તા પર એક નજર નાખો અને જુઓ કે ત્યાં કેવા પ્રકારના વાહનો ચાલી રહ્યા છે. તે મુખ્ય સમસ્યા છે,”