ચીન-લદ્દાખ સરહદ નજીક ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા

ગુરુવારે રાત્રે ૧૦ઃ૨૬ વાગ્યે ચીનના શિનજિયાંગમાં ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૦ નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર ચીન-લદ્દાખ સરહદ નજીક હતું. કાશ્મીર વેધર મુજબ, ભૂકંપનું કેન્દ્ર ૩૫.૫૮૭ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૭૮.૧૩૦ ડિગ્રી પૂર્વ રેખાંશ પર Âસ્થત હતું. તેની ઊંડાઈ ૧૬૪ કિલોમીટર હોવાનું જાણવા મળે છે. જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાકે, મોડી રાત સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

ગુરુવારે અગાઉ દેશના અન્ય ભાગોમાં પણ હળવા ભૂકંપ નોંધાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લક્ષદ્વીપ સમુદ્રમાં સાંજે ૭ઃ૫૪ વાગ્યે ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં સાંજે ૬ઃ૩૩ વાગ્યે ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાકે, આ તીવ્રતા ઘણી ઓછી હતી. આટલી ઓછી તીવ્રતાના ભૂકંપ સામાન્ય રીતે લોકો અનુભવતા નથી.

નોંધનીય છે કે તાજેતરના મહિનાઓમાં તિબેટીયન ઉચ્ચપ્રદેશ અને આસપાસના હિમાલય પ્રદેશોમાં ભૂકંપની પ્રવૃત્તિમાં વધારો થયો છે. અગાઉ, ૨૨ ઓક્ટોબરના રોજ તિબેટમાં ૭.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારતના રાષ્ટÙીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, તે ભૂકંપનું કેન્દ્ર લ્હાસાથી આશરે ૪૦૦ કિલોમીટર દૂર હતું અને તેની ઊંડાઈ ૧૭૩ કિલોમીટર નોંધાઈ હતી.

આ ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે આ પ્રદેશ પહેલાથી જ કુદરતી આફતોનો સામનો કરી રહ્યો હતો. ઓગસ્ટમાં, નેપાળ-તિબેટ સરહદ નજીક બરફ અને ખડકોના હિમપ્રપાતને કારણે આવેલા વિનાશક પૂરે વ્યાપક વિનાશ સર્જ્‌યો હતો. આ આપત્તિમાં નેપાળમાં ૧,૪૫૫ લોકો માર્યા ગયા હતા, હજારો લોકો ગુમ થયા હતા. તિબેટ બાજુએ પણ અસંખ્ય મૃત્યુ અને સેંકડો ગુમ થયાના અહેવાલો બહાર આવ્યા છે.

નિષ્ણાતો માને છે કે વધતું તાપમાન, હિમનદીઓનું ઝડપથી પીગળવું અને ભારે હવામાન ઘટનાઓ કિંગહાઈ-તિબેટ ઉચ્ચપ્રદેશ ક્ષેત્રમાં કુદરતી આફતોનું જાખમ વધારી રહી છે.