દે.બારીઆથી ઘોઘંધા-પાવાગઢને જોડતા માર્ગ પર ઉજજવળ નદી પરના નવા પુલ પાસે અપાયેલા ડાયવર્ઝનથી વાહનચાલકોને હાલાકી

દે.બારીઆ તાલુકાના છેવાડાના દુધિયા અને લવારીયા ગામને જોડતા ઉજજવળ નદી પરનો પુલ જર્જરિત બનતા રૂ.૧૮ કરોડના ખર્ચે નવો બનાવાનો છે. જેનુ તાજેતરમાં સાંસદના હસ્તે ખાતામુર્હુત પણ કરાયુ હતુ. પરંતુ આ ૫ુલના નિર્માણ દરમિયાન કોન્ટ્રાકટર દ્વારા પુલની સાઈડથી અઢી કિ.મી.દુર ડાયવર્ઝન અપાતા બંને તરફના ગ્રામજનોને ૫ કિ.મી.નો ફેરો ફરવો પડી રહ્યો છે. જેને લઈ ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે.

દુધિયા અને લવારીયા ગામ વચ્ચેથી પસાર થતી ઉજજવળ નદી પર વર્ષો જુનો પુલ આવેલો છે. જે અત્યંત જર્જરિત થતાં ગત ચોમાસામાં પુલ પરથી ભારદારી વાહનો માટે પ્રતિબંધ મુકાયો હતો. જે બાદ સાંસદ જશવંતસિંહ ભાભોરને ગ્રામજનોએ અનેકવાર રજુઆતો કરતા રાજય સરકારમાં સાંસદની રજુઆતો બાદ પુલના નવનિર્માણના કાર્યને મંજુરી મળી હતી. તેમજ તેના માટે રૂ.૧૮ કરોડની ગ્રાન્ટ પણ મંજુર કરાઈ હતી. જે બાલ પુલના નિર્માણનુ કાર્યના પ્રારંભ પુર્વે તાજેતરમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતામુર્હુત કરાયુ હતુ. જે પુલનુ કામ શ‚ કરાતા ૫ુર્વે કોન્ટ્રાકટર દ્વારા બંને તરફના વાહનોની અવર જવર માટે પુલની સાઈટથી અઢી કિ.મી.દુર ડાયવર્ઝન અપાયુ છે. જેને લઈને સ્થાનિક ગ્રામજનો ઉપરાંત વાહનચાલકો તેમજ દાહોદ-પંચમહાલ બંને જિલ્લાના આગેવાનોમાં પણ આ કારણે રોષ વ્યાપ્યો છે.