દાહોદ તાલુકા સર્કલ પાસે મોબાઈલની દુકાનમાંથી રૂ.૧.૦૪ કરોડની ચોરી

દાહોદ શહેરમાં તાલુકા સર્કલ પાસે આવેલ એક મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ મોબાઈલની દુકાનમાંથી કુલ રૂ.૦૧,૦૪,૨૭,૮૩૩/-ના મોબાઈલ ફોનની ચોરી કરી હતી.

દાહોદ શહેરમાં ચોવીસ કલાક ધમધમતા વિસ્તાર એવા તાલુકા સર્કલ વિસ્તારમાં આવેલી મોબાઇલ સ્ટુડિયો નામક દુકાનમાં તસ્કરોએ રાત્રિના સમયે દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરો એક ગાડીમાં આવ્યા હતા. તેઓએ શરીરે ગાઉન જેવા વસ્ત્રો પહેર્યા હતા. તસ્કરોએ દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી મોંઘાદાટ ૩૦૯ મોબાઈલ જેની કિ.રૂ.૦૧,૦૪,૨૭,૮૩૩/-ના મોબાઈલ ફોન તસ્કરો ચોરી કરી ફરાર થયા હતા. વહેલી સવારે ચોરીની ધટનાની જાણ થતાં દુકાન માલિકી કિંચીત બિપીનચંદ્ર શાહ, પરિવારજનો તેમજ દુકાનના કર્મચારીઓ દુકાન તરફ દોડી ગયા હતા. ધટનાની જાણ થતાં સ્થાનિક પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી દુકાનની બહાર અને દુકાનની અંદર લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ કરતા તસ્કરો નજરે પડ્યા હતા. પોલીસે આ બાબતે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.