દાહોદ જિલ્લાના દે.બારીઆ નગરના કાપડી વિસ્તારમાં ધરના આંગણામાં જુગાર રમતા ૯ જુગારીઓ પૈકી ૫ ઝડપાયા હતા.
દે.બારીઆ નગરના કાપડી વિસ્તારમાં બુચી ફળિયામાં રહેતા મજીદભાઈ રસુલભાઈ રહીમવાળાના મકાનની આગળ જુગાર રમાતો હોવાની બાતમી દે.બારીઆ પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ જુગારીઓમાં મજીદભાઈ રસુલભાઈ રહીમવાળા, ઈસાકભાઈ ઈબ્રાહિમભાઈ કડવા, સલમાન ખાન બાબુખાન પઠાણ, અમીનખાન ઈબ્રાહિમ ખાન પઠાણ અને મુત્તલીબખાન લતીફખાન પઠાણને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની અંગઝડતી અને દાવ પરથી પોલીસે રોકડા રૂ.૨૨,૬૪૦/-ની રોકડ રકમ તથા બે બાઈક અને મોબાઈલ મળી પોલીસે કુલ રૂ.૬૭,૬૪૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે પોલીસની રેઈડ દરમિયાન મજીદભાઈ રસુલભાઈ સલાટ, સોહિલભાઈ મજીદભાઈ સલાટ, ફિરોઝભાઈ કૈયુમભાઈ બાંડીબારીયા અને સઈદભાઈ(મજીદ રસુલ સલાટનો પાર્ટનર)નાઓ પોલીસને જોઈ નાસી ગયા હતા. આ બાબતે દે.બારીઆ પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.