દે.બારીઆ નગરપાલિકાના મિટીંગ હોલમાં સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નગરના ૬ વોર્ડના ૨૪માંથી ૨૨ સભ્યો હાજર રહ્યા હતા. નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલે સભાનુ સંચાલન કર્યુ હતુ.
મધ્યસ્થ ચુંટણીમાં ચુંટાયેલા નવા સભ્યોને આવકારવામાં આવ્યા હતા.સભાની શઆતમાં સિનીયર સભ્ય ગોૈરાંગભાઈએ શહેરના વિકાસના કામોમાં થતો વિલંબ, ક્ષતિઓ, આર.ટી.આઈ.ને લગતા મુદ્દાઓની વિસ્તૃત રજુઆતો કરી હતી. જયેન્દ્રસિંહ રાઉલજીએ ભુતકાળમાં થયેલા કામોમાં રહી ગયેલ ખામીઓ, ભવિષ્યમાં થનારા કાર્યોમાં પારદર્શિતા જાળવવા, પ્રજાજનો માટે હેલ્પ ડેસ્ક, ગામની સફાઈ, બગીચા તથા સ્મશાનની જાળવણી, પાણીની સમસ્યા બાબતે રજુઆતો કરી હતી. પ્રમુખ ધર્મેશ કલાલ દ્વારા મુકાયેલ વિવિધ કામોને લગતા ઠરાવો સર્વ સંમત્તિથી પસાર કરવામાં આવ્યા હતા. જયેન્દ્રસિંહ રાઉલજી તથા અક્ષયભાઈ સુથારને સ્વચ્છતાં સમિતિ અને ટેકસ સમિતિની જવાબદારી સોંપી સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. દે.બારીઆ નગરપાલિકા દ્વારા લાઈટ વિભાગની કામગીરી માટે સ્કાય લિફટનુ પણ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. સફાઈ સભ્યો અને અન્ય સ્ટાફને ગિફટ તથા મીઠાઈ આપી દિવાળીની શુભેચ્છા આપવામાં આવી હતી.