પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ, ભાજપના જ નગરસેવકની અરજીથી ખળભળાટ!

જૂનાગઢમાં એક તરફ પદ્મશ્રી એવોર્ડની ખુશીનો માહોલ છે, ત્યારે બીજી તરફ રાજકીય વિવાદૃ વકર્યો છે. જૂનાગઢના જાણીતા સમાજસેવી હાજી રમકડું (હાજી અબ્દૃુલ રહેમાન મુસાભાઈ લુણી), જેમને તાજેતરમાં જ પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ છે, તેમનું નામ મતદૃાર યાદૃીમાંથી કમી કરવા માટે ભાજપના જ એક નગરસેવકે અરજી કરતા ભારે ચકચાર મચી ગઈ છે.

ભારત સરકાર દ્વારા હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતા ધારાસભ્ય સહિતના આગેવાનોએ તેમના ઘરે જઈ સન્માન કર્યું હતું, પરંતુ આ ગૌરવની ક્ષણ વચ્ચે એક નવો વિવાદૃ સર્જાયો છે. જૂનાગઢ વોર્ડ નં. ૭ના ભાજપના નગરસેવક સંજય મણવરે ફોર્મ નં. ૭ રજૂ કરીને હાજી રમકડુંનું નામ મતદૃાર યાદૃીમાંથી કાઢવા માટે અરજી કરી છે. આ અરજીમાં એવું કારણ આપવામાં આવ્યું છે કે તેઓ જૂનાગઢથી અન્યત્ર સ્થળાંતર કરી ગયા છે. એક તરફ નેતાઓ તેમના ઘરે જઈને સન્માન કરી રહૃાા છે અને બીજી તરફ તેઓ ત્યાં રહેતા નથી તેવું કારણ આપી નામ કમી કરવાની અરજી થતા લોકોમાં ભારે આશ્ર્ચર્ય અને રોષ ફાટી નીકળ્યો છે.

કોંગ્રેસના નગરસેવકો બાદૃ હવે પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદૃાર યાદૃીમાંથી રદૃ કરવાની પેરવી થતા રાજકીય મામલો વધુ ગરમાયો છે. જૂનાગઢ મનપાના વિપક્ષી નેતાએ આ મુદ્દે ભાજપ અને ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષ દ્વારા એવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે પદ્મશ્રીનું અપમાન કરનાર ભાજપના નગરસેવક સામે સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવે.

હાજી રમકડું જૂનાગઢનું ઘરેણું ગણાય છે. બે દિૃવસ પહેલા જ જેમની પદ્મ એવોર્ડ માટે પસંદગી થઈ હોય અને જેમની મુલાકાત ખુદ સત્તાધારી પક્ષના નેતાઓ લેતા હોય, તેમને જ સ્થળાંતરિત ગણાવી મતદૃાર યાદૃીમાંથી દૃૂર કરવાની અરજીએ ભાજપમાં પણ આંતરિક ખેંચતાણ અને સંકલનનો અભાવ ખુલ્લો પાડ્યો છે.