મોરવા(હ)ના રસુલપુર ગામે ૬૮ વર્ષીય સાયકલ ચાલકને બાઈકે ટકકર મારતા ગંભીર ઈજાઓ થતાં મોત

મોરવા(હ) તાલુકાના રસુલપુર ગામે રોડ ઉપરથી ૬૮ વર્ષીય વૃધ્ધ પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક ચાલકે પાછળથી ટકકર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવતા આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

મોરવા(હ) તાલુકાના રસુલપુર ગામે રોડ ઉપરથી ગોપાલભાઈ મગનભાઈ પટેલઉ.વ.૬૮ સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે મોટર સાયકલ નંબર જીજે.૧૭.એજી.૩૩૦૩નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને સાયકલને પાછળથી ટકકર મારતાં ગોપાલભાઈને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.