ગોધરા તાલુકાના પઢીયાર ગામ પાસે કારમાં લઈ જવાતો રૂ.૪૯ હજારના વિદેશી દારૂ ઝડપ્યો

ગોધરા તાલુકાના પઢીયાર ગામે દુધની ડેરી સામે રોડ ઉપર ફોર વ્હીલ ગાડીમાં દારૂ લઈ પસાર થતો હોય પોલીસની ગાડી જોઈ અંધારામાં ગાડી મૂકી નાશી છુટીયો હતો. પોલીસ રેઈડ દરમિયાન રૂ.૪૯,૪૪૦/-નો દારૂ અને ગાડી મળી કુલ રૂ.૧,૪૯,૪૪૦/-ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા તાલુકાના પઢીયાર ગામ તરફ કાંકણપુર પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પઢીયાર ડેરી પાસે રોડ ઉપરથી ફોર વ્હીલ ગાડી પસાર થતી હોય ગાડીના ચાલક પોલીસને દેખી વાહન છોડી અંધારાનો લાભ લઈ નાશી છુટીયો હતો. પોલીસ ગાડીનું ચેકીંગ કરતા પ્લાસ્ટીક કવાર્ટર નંગ-૨૮૮ કિંમત રૂ.૨૫,૯૨૦/- તથા બિયર ટીન નંગ-૧૬૮ કિંમત રૂ.૨૩,૫૨૦/- તથા મારૂતી સુઝુકી ફોર વ્હીલ મળી કુલ રૂ.૧,૪૯,૪૪૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આરોપી નિકેશકુમાર ગીરવતસિંહ સોલંકી (રહે. મોટી ડસાર, તા. ગોધરા) વિરૂદ્ધ કાંકણપુર પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.