જાંબુધોડા બ્રાહ્મણ ફળીયામાં થાંભલા ઉ૫ર સીરીજ લાઈટ ફીટીંગ કરવા ચડેલ ૫૧ વર્ષીય વ્યકિત આકસ્મિક રીતે નીચે પડતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેઓને દવા સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું.
જાંબુધોડા તાલુકાના રામપુરા ગામે રહેતા મુકેશભાઈ સુરસીંગભાઈ બારીયા ઉ.વ.૪૭ જાંબુધોડા બ્રાહ્મણ ફળીયામાં તા.૪ નવેમ્બરના રોજ થાંભલા પર સીરીજ લાઈટ ફીટીંગ કરવા માટે ચડેલ હતા. દરમિયાન આકસ્મિક રીતે નીચે પડી જતાં માથાના ભાગે અને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. જાંબુધોડામાં પ્રાથમિક સારવાર બાદ બોડેલી ખાનગી હોસ્પિટલમા: સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું.