મોરવા(હ) સંતરોડ ચેક પોસ્ટથી આઈસર ક્ધટેનરમાં લઈ જવાતો રૂા.16.68 લાખનો ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમ ઝડપ્યો

મોરવા(હ) તાલુકાના સંતરોડ ચેકપોસ્ટ ઉપર પોલીસના વાહન ચેકીંગ દરમિયાન આઈસર ક્ધટેનરને રોકવામા: આવ્યું હતું અને તપાસ કરતાં ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી કુલ રૂા.16,68,696/-નો દારૂનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી રૂા.23,73,696/-નો મુદ્દામલ એક વ્યકિતને ઝડપી પાડવામાં આવ્યો.

મોરવા(હ) તાલુકાના સંતરોડ ચેકપોસ્ટ ઉપર પોલીસ વાહન ચેકીંગમાં હતી. દરમિયાન ટાટા આઈસર ક્ધટેનર નંબર-સીજી.15.ડીઝેડ.4229ને ઉભી રાખવામ)ં આવી હતી અને પોલીસ દ્વારા ક્ધટેનરનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન લંડન પ્રાઈડ, પ્રીમીયમ વ્હીસ્કી માર્કાની પેટીઓ નંગ-49 કિંમત રૂા.3,99,840/-, ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી પેટીઓ નંગ વ્હીસ્કી પેટીઓ નંગ-74 કિંમત રૂા.4,54,656/-, માઉન્ટસ 6000 સુપર સ્ટ્રોગ માર્કાની પેટીઓ નંગ-295 કિંમત રૂા.8,14,200/- મળી કુલ રૂા.16,68,696/-નો દારૂનો જથ્થો તેમજ મોબાઈલ ફોન કિંમત રૂા.5,000/-, આઈસર ક્ધટેનર મળી કુલ રૂા.23,73,696/-ના મુદ્દામાલ સાથે ચાલક યોગેશ ગોપાલ ડામોર (રહે. વીછીવાડા, રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.