કાલોલ તાલુકાના કનેરીયાગામે 20 વર્ષીય યુવક ધરમાં લાગેલ બોર્ડમાં વાયર જોડતા તે વખતે હાથમાં તેમજ છાતીના ભાગે કરંટ લાગતા કાલોલ સરકારી દવાખાનામાં લાવતા મૃત જાહેર કરવામાં આવ્યો છે.
કાલોલ તાલુકાના કનેરીયા ગામે રહેતા અનિલકુમાર મગનભાઇ પરમાર ઉ.વ.20 પોતાના ધરમાં લગાવેલ ઈલેકટ્રીક બોર્ડમાં વાયરો જોડતા હતા તે વખતે અચાનક હાથના ભાગે તેમજ છાતીના ભાગે કરંટ લાગતા કાલોલ સરકારી હોસ્પિટલમાં લાવતા હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો. આ બાબતે કાલોલ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોધાવા પામી છે.