૧૪ વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે નાયબ મામલતદાર-કારકુન રેવન્યુ તલાટી હડતાલમાં જોડાયા

જીલ્લામાં ૨૯૩ મહેસૂલી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા, સરકારી કામકાજ ઠપ્પા.

દાહોદમાં મહેસુલી વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા કચેરીનું તમામ કામકાજ આજથી ઠપ્પ થઈ જવા પામ્યું છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, પોતાની પડતર માંગણીઓ સરકાર દ્વારા જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.દાહોદમાં મહેસૂલી વિભાગના કામકાજ ઠપ્પ જવા પામી છે. ૨૯૩ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. દાહોદ જીલ્લામાં મહેસૂલી વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ સહિત નાયબ મામલતદાર, કારકુન અને રેવન્યુ સહિતના મહેસૂલી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓ પોતાની ૧૪ જેટલી પડતર માંગણીઓ સંદર્ભે હડતાલ પર ઉતરતા રેવન્યુ વિભાગની સરકારી કામગીરી પર અસર પડી છે. અગાઉ પણ પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી કર્મચારીઓએ ૮ દિવસની સમય મર્યાદા સાથે માસ ઝપર જવાનો નિર્ણય લીધો હતો. જોકે, માંગણીઓ અંગે સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ આખરે આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર પોતાની પડતર માંગણીઓ સંદર્ભે અગાઉ અનેકવાર સંબંધિત તંત્ર તેમજ રાજ્ય કક્ષા સુધી અનેક વાર રજૂઆતો કરવા છતાંય આજે સુધી તેઓની પડતર માંગણીઓને પૂરી કરવામાં આવી નથી. જેથી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામવા મજબૂરન ઉપાડવું પડયું છે.