મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)

ભારતના ચૂંટણી પંચ ઘ્વારા મહીસાગર જીલ્લાના રોલ ઓબ્ઝવર અશ્ર્વિનીકુમાર નિમાયા.

અશ્ર્વિની કુમારે મહીસાગર ખાતે એસ.આઇ.આર સંબંધિત વિગતોની સમીક્ષા કરી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સરકારના રમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મુખ્ય સચિવ અશ્ર્વિનીકુમારની નિમણૂક મહિસાગર જીલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે કરવામાં આવી છે. તેમની અધ્યક્ષતામાં આજ રોજ હાલમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR) કાર્યક્રમની સઘન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ગૂગલ મીટ મારફતે ઓનલાઈન યોજાઈ હતી. જેમાં અશ્ર્વિનીકુમાર જોડાયા હતા જ્યારે તેમના સેક્રેટરી આઇ.આર.વાલા કલેક્ટર કચેરી, લુણાવાડાના સભાખંડમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં કલેકટર અર્પિત સાગર, જીલ્લાના તમામ મતદાન નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાન નોંધણી અધિકારીઓ, વધારાના મદદનીશ મતદાન નોંધણી અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, SIR સંબંધિત પ્રશ્ર્નોની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિતોને SIRના આગામી તબક્કા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં, મતદારોને જાણ કરવામાં આવી હતી કે, Absent, Shifted A“¡ Death (ASD)ની યાદી મહિસાગર જીલ્લાની સત્તાવાર વેબસાઇટmahisagar.nic.in પર જોઈ શકાશે.

રોલ ઓબ્ઝર્વર અશ્ર્વિનીકુમારે ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો, જેથી કોઈ પણ લાયક મતદાર મતદારયાદીમાંથી રહી ન જાય. આ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે, તેમણે રાજકીય પક્ષોને બાકી રહેલા બૂથ લેવલ એજન્ટ (BLA)ની તાત્કાલિક નિમણૂક કરી ચૂંટણી તંત્રને સહકાર આપવા માટે ખાસ અનુરોધ કર્યો હતો.