
શહેરાના ઉમરપુર ગામના ભાથીજી મંદિર પાસે વીજ ડીપી નમી ગયેલ હોવાથી અકસ્માત થવાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો હતી.જ્યારે આ બાબતે ગામના સરપંચ દ્વારા પણ એમજીવીસીએલ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
શહેરા તાલુકાના ઉમરપુર ગામના ભાથીજી મંદિર પાસે પાછલા કેટલાક મહિનાથી વીજ ડીપી નમી ગયેલ ગ્રામજનોને જોવા મળતા એમ.જી.વી.સી.એલ. કચેરી ખાતે આ બાબતે રજૂઆત સરપંચ દ્વારા કરવામાં આવી હતી. જોકે, ભાથીજી મંદિર અને પ્રાથમિક શાળા પણ નજીકમાં હોવાથી નમી ગયેલ વીજ ડીપીની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવે તે પણ હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી છે. ગામની વચ્ચે અને અવર જવરના રસ્તાને અડીને ભાથીજી મંદિર પાસે જીવંત વીજ વાયર વાળી નમી ગયેલ વીજ ડીપી ગમે ત્યારે પડી જાય તો કોઈ મોટી ઘટના બની શકે તેવી શક્યતાઓ ને પણ નકારી શકાય તેમ નથી. આ બાબતે ગામના સરપંચ એ પણ વીજ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યા બાદ પણ આ નમી ગયેલ વીજ ડીપીની કામગીરી કરવામાં આળસ કરી રહ્યા હોય પરંતુ નમી ગયેલ વીજડીપીના કારણે કોઈ અકસ્માત થાય તે પહેલા એમજીવીસીએલ તંત્ર પોતાની નૈતિક ફરજ અહીં બજાવે તેવી માંગ ગ્રામજનો પણ કરી રહ્યા હતા.